/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-23.jpg)
કચ્છનાં અબડાસા તાલુકાના નલિયામાં આવેલા સાધરાઈ ડેમમાં ગાબડું પડતા મોટી માત્રામાં પાણી વેડફાયું છે. તાજેતરમાં વરસાદ પડતાં ખાલીખમ ડેમમાં નવા નીરની આવક થઈ હતી. પરંતુ ભંગાણને કારણે પાણી ઓછું થઈ જતા રહીશોએ રોષ વ્યકત કર્યો હતો.
નલિયાના મફતનગર નજીક આવેલો સાધરાઈ ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં હોતા ગત વર્ષે લાખોના ખર્ચે રીપેરીંગ કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં પડેલા વરસાદથી ડેમમાં ૮૦ ટકા પાણીની આવક થઈ હતી અને ખાલી પડેલા ડેમમાં પાણી હિલોળા લેતા લોકોના મનમાં ટાઢક વળી હતી.
જો કે, ગત રોજ ડેમ સાઈટ પર મોટો ભુવો અને ગાબડું પડતા મોટી માત્રામાં પાણી વહી નીકળ્યું હતું. વરસાદી પાણીએ લોકોમાં આશ જગાવી હતી એ પાણી વહી જતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ડેમના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કરાયો છે. આ બાબતે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.એ.માથુરે જણાવ્યું કે,નલિયાના સાધરાઈ ડેમમાં ગત વર્ષે રીપેરીંગ કરાયું હતું. રિપેરીંગ સાઈટની આગળ આ વખતે ભંગાણ થયું છે. હાલમાં પાણીનો પ્રવાહ અટકી ગયો છે. જેથી હવે રીપેરીંગ કરશે ડેમનું પાણી વહીને તળાવમાં ઠલવાયું હોઈ પાણીનો બગાડ ન થયો હોવાનો દાવો કર્યો હતો.