Connect Gujarat
ગુજરાત

કચ્છ: ચોબારી નજીક કેનાલ કોરીકટ બનતા ખેડૂતોએ કર્યો કેનાલમાં હવન,નોંધાવ્યો વિરોધ

કચ્છ: ચોબારી નજીક કેનાલ કોરીકટ બનતા ખેડૂતોએ કર્યો કેનાલમાં હવન,નોંધાવ્યો વિરોધ
X

કચ્છનાં ભચાઉ તાલુકાના ચોબારી નજીક નર્મદા કેનાલ સુકીભઠ બનતા ખેડૂતોએ કેનાલની અંદર હવન કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી.

કચ્છમાં ચાલુ સાલે પણ હજી ચોમાસાનું આગમન થયું નથી જિલ્લો મોટાભાગે નર્મદાના નીર પર આધારિત છે તેવામાં વાગડ વિસ્તારમાં ખેડૂતોએ નર્મદા કેનાલમાંથી પાણી મળશે તેવી આશ પર પાકનું વાવેતર કરી નાખ્યું છે. પણ સરકારે હજી કેનાલમાં પાણી છોડ્યું નથી. પરિણામે ભચાઉ તાલુકાના ચોબારી અને આસપાસના ગામોમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી બચ્યા જ નથી.ગ્રામજનોને પાણી મળતું નથી.રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા અંતે આજે ચોબારી વાસીઓએ ખાલી પડેલી નર્મદા કેનાલમાં અંદર જઈને હવન કર્યો હતો અને રામધૂન બોલાવી હતી.સદાય પાણીથી લહેરાતી કેનાલ હવે ખાલી પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે સરકાર વહેલી તકે કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડે તે સમયની માંગ છે.

Next Story