/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-316.jpg)
કચ્છની ખારેક દેશ વિદેશમાં મશહૂર છે.ખેડૂતો ખારેકના પાક પર સારું એવું ધ્યાન આપે તો ખારેક ધનવાન બનાવી દે છે આ વખતે પણ જિલ્લામાં સારા એવા પ્રમાણમાં ખારેકનું ઉત્પાદન થયું છે જે મોટાભાગે એક્સપોર્ટ થાય છે.
કચ્છની ખારેક કચ્છી મીઠો માવો તરીકે વખણાય છે અને દેશવિદેશમાં પ્રખ્યાત છે.કચ્છમાં ભલે અછત હોય વાવણી લાયક વરસાદ પડ્યો નથી પરંતુ ખેડૂતોએ બોરના પાણીથી અને ટેકનોલોજી વાપરીને ખારેકનું ઉત્પાદન કર્યું છે કચ્છના ખેડૂતો માટે ખારેકનું ઉત્પાદન એ એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે.અને ચાલુ વર્ષે ખારેકનો કરોડોનો કારોબાર થઈ ચૂક્યો છે.
કચ્છમાં મુખ્યત્વે બે પ્રકારની ખારેક ઉત્પાદિત થાય છે. જેમાં દેશી ખારેક અને બારઇ ખારેક કે જે ઇઝરાયલી ખારેક તરીકે પણ ઓળખાય છે.ઇઝરાયલી ખારેકનો સ્વાદ એક પ્રકારનો હોય છે તો રંગ અને આકાર પણ સમાન હોય છે.મીઠા મેવા તરીકે ખારેક પ્રસિદ્ધ છે.ભુજ તાલુકાના ભારાસર ગામે ઘનશ્યામ ઠક્કરની વાડીમાં ૭૦૦ જેટલા ખારેકના રોપા છે.જે તેઓએ વર્ષ ૨૦૧૪માં વાવ્યા હતા. ગત વર્ષે ૩૦ ટન ઉત્પાદન થયું હતું.આ વખતે કુદરત રૂઠે નહિ તો બમણું ઉત્પાદન થવાની શક્યતા દર્શાવી છે. ખારેક નું મોટી માત્રામાં ઉત્પાદન થવા પાછળ કચ્છના ખેડુતો ની મહેનત રંગ લાવી છે. ખારેક ને ઝાડ પરથી ઉતાર્યા બાદ તેને સાફ કરીને બોક્ષ માં પેક કરવામાં આવે છે.ત્યારબાદ તેને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કચ્છી ખારેક દક્ષિણ ગુજરાત , મુંબઈ , બેંગ્લોર તેમજ વિદેશમાં એક્સપોર્ટ થાય છે.