કચ્છ : ગુજરાતનો સૌથી મોટો નમક ઉદ્યોગ, પરંતુ અગરિયાઓને પ્રાથમિક સુવિધાઓની મોટી સમસ્યા

સુરતના ભેસ્તાન ખાતે આવેલ એસ.એમ.સી ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટનાને લઈ રોષે ભરાયેલ લોકોએ રસ્તા પર ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાની કવાયત હાથ ધરી હતી.
સુરત શહેરના ભેસ્તાન ખાતે જર્જરિત આવાસમાં રહેતા રહેવાસીઓ હાથમાં બેનરો લઈ રોડ ઉપર ઉતરી આવ્યા હતા . મનપા દ્વારા ભેસ્તાન ખાતે ગરીબોને ફળવામાં આવેલ સરકારી આવાસની હાલત માત્ર 7 વર્ષમાં જ ખખડધજ બની છે. ભેસ્તાન એસ.એમ.સી ભીમનગર આવાસમાં ફ્લેટના પોપડા પડવાની ઘટના ગત શુક્રવાર રાત્રે દરમિયાન બની હતી. અચાનક ત્રણ ફ્લેટના પોપડા પડતાની સાથેજ પોતાનો જીવ બચાવવા માટે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ રહીશોએ મૂક્યો હતો. રોષે ભરાયેલ લોકો જર્જરિત આવાસમાં જીવના જોખમે રહેવા ન માંગતા હોવાથી તેઓ રોડ ઉપર હાથમાં બેનરો લઈ ઉતરી આવી મનપા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
અગાઉ ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી આવાસ, ભેસ્તાન રેલવે ફાટક આવસમાં સ્લેબના પોપડા પડવાની ઘટના બની હતી તે રમિયાન આવાસમાં વસતા લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી, જયારે મનપા દ્વારા બનાવમાં આવેલ ભીમનગર આવાસમાં સ્લેબના પોપડા પડતા લોકો રોડ ઉપર ઉતરી સારા આવાસની માંગ કરી રહ્યા છે. સ્થાનિક મનપા કોર્પોરેટર દ્વારા આવાસની સમસ્યાને લઇ મનપા કમિશનરને અનેક વખત રજુઆત કરવામાં આવી છે, પરંતુ જર્જરિત આવાસનો નિકાલ હાલ સુધી આવ્યો નથી.
જયારે શહેરમાં વસતા ગરીબ લોકોના ઝુંપડા હટાવીને સ્માર્ટ સીટીનું સપનું સાકાર કરવા જનાર મનપાએ ખખડધજ આવાસ બનાવીને લોકોને જીવના જોખમે રહેવા માટે આપી દીધા છે, ત્યારે 7 વર્ષમાં આવાસ ખખડધજ થઈ જતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. હાલ મનપા કોન્ટ્રાક્ટરોના પાપે.સ્માર્ટ સીટીને કલંક લાગ્યું હોય એમ માની શકાય.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT