Connect Gujarat
ગુજરાત

કચ્છ : રણના આકાશમાં જોવા મળી દેશ- વિદેશની પતંગો, કાઇટ ફેસ્ટીવલનું લોકોને લાગ્યું ઘેલું

કચ્છ : રણના આકાશમાં જોવા મળી દેશ- વિદેશની પતંગો, કાઇટ ફેસ્ટીવલનું લોકોને લાગ્યું ઘેલું
X

કચ્છના ઘોરડો ખાતે આવેલાં સફેદ રણમાં દેશ તથા વિદેશના પતંગબાજોએ અવનવી ડીઝાઇનના પતંગો ઉડાવીને સહેલાણીઓના મન મોહી લીધાં હતાં.

કચ્છમાં આવેલાં ઘોરડો ખાતે રણોત્સવ ચાલી રહયો છે તેવામાં કાઇટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવતાં સોનામાં સુગંધ ભળી હતી. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત 15થી વધુ દેશોના 95થી વધારે પતંગબાજોએ ભાગ લીધો હતો. કચ્છના આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાણી, અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ધોરડોના સરપંચ મિયાહુસેન ગુલબેગ મુતવા સહિતના મહેમાનોએ આકાશમાં ગુબ્બારા છોડીને પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રણના આકાશમાં ઉડેલી અવનવી પતંગોએ સહેલાણીઓને મનોરંજન પુરુ પાડયું હતું. બીજી તરફ કચ્છના રણની મજા માણવા આવેલાં વિદેશીઓ ગુજરાતી ગરબાના તાલે ઝુમ્યાં હતાં. કચ્છના ગામડાઓમાંથી પણ લોકો પતંગ મહોત્સવને જોવા માટે ઉમટી પડયાં હતાં.

Next Story