દ્વારકા નજીક અરબી સમુદ્રમાં માછીમારી બોટ ડૂબતા માછીમારો તણાયા, ૬નો બચાવ

New Update
દ્વારકા નજીક અરબી સમુદ્રમાં માછીમારી બોટ ડૂબતા માછીમારો તણાયા, ૬નો બચાવ

સિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક ખરાબ વાતાવરણના કારણે દ્વારકા નજીક અરબી સમુદ્ર ના દરિયામાં બે માછીમારી બોટ માછીમારી કરતા સમયે દરિયાના મોજામાં ગરક થઈ ગઈ હતી. બે બોટે જળ સમાધિ લેતા બોટ માં સવાર ૭ માછીમારો પણ દરિયા માં ડૂબ્યા હતા.

જે પૈકી ૬ માછીમારોનો બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે હજુ એક માછીમાર દરિયામાં લાપતા હોઈ માછીમારો અને કોસ્ટલગાર્ડ દ્વારા તેમની શોધખોળ કરવા માં આવી રહી છે. ખરાબ વાતાવરણનો ભોગ બનતા માછીમારની આ ઘટના બાદ અન્ય માછીમારોને સાવચેત રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Latest Stories