Connect Gujarat
ગુજરાત

કચ્છ : આદીપુરની વિદ્યાર્થીનીઓ બની “મર્દાની”, છેડતી કરનાર યુવકને ચખાડયો મેથીપાક

કચ્છ : આદીપુરની વિદ્યાર્થીનીઓ બની “મર્દાની”, છેડતી કરનાર યુવકને ચખાડયો મેથીપાક
X

દેશમાં વધી રહેલાં છેડતી તથા દુષ્કર્મના બનાવોને

કારણે મહિલાઓ, યુવતીઓ તથા બાળકીઓને સ્વરક્ષણના પાઠ ભણાવવામાં આવી રહયાં છે. ત્યારે કચ્છના

આદિપુરની કોલેજની યુવતીઓ સાચા અર્થમાં મર્દાની બની હતી અને છેડતી કરનારા યુવકને

સારો એવો મેથીપાક ચખાડયો હતો.

કચ્છ જિલ્લામાં હાલ એક વડીયો વાયરલ થઇ રહયો છે જેમાં કેટલીક યુવતીઓ એક યુવકની પીટાઇ કરી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવે છે પણ યુવતીઓ તેમને પણ દરમિયાનગીરી કરતી અટકાવે છે. આ વીડીયો આદિપુરની એક કોલેજોનો હોવાનું મનાઇ છે. યુવતીની છેડતી કરનારા યુવકને ઝડપી પાડી યુવતીઓ દંડાથી માર મારી તેણે કરેલા કૃત્યની સજા આપી રહી છે. સાંપ્રત સમયમાં દેશમાં દુષ્કર્મ અને છેડતીના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહયું છે. મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓની ચિંતા વાલીઓને સતાવી રહી છે ત્યારે યુવતીઓ પણ હવે ધીમે ધીમે જાગૃત બની રહી છે.

Next Story