રાજ્યમાં પ્રથમ વખત કચ્છમાં મળ્યા લંબ ચોરસ પથ્થરોની કબરોના અવશેષો

New Update
રાજ્યમાં પ્રથમ વખત કચ્છમાં મળ્યા લંબ ચોરસ પથ્થરોની કબરોના અવશેષો

કચ્છમાં મળ્યા હડપ્પા સંસ્કૃતિના અવશેષો

કચ્છના લખપત તાલુકાના ખટિયા પાસે 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન અને હાડપિંજર મળી આવ્યા છે.લંબ ચોરસ પથ્થરોની કબરોના અવશેષો રાજ્યમાં પ્રથમ વખત જ મળ્યા છે.

લખપત તાલુકાના રણ સરહદે આવેલા ખટિયા ગામેથી અંદાજે અડધા કિલોમીટર દૂર રસ્તાની બાજુમાં છેલ્લા 45 દિવસથી ઉતખનન કરવામાં આવી રહ્યું છે.જેમાં ખોદકામ દરમિયાન 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન અને હાડપીંજર તેમજ માટી ના વાસણ પણ મળી આવ્યા છે.26 જેટલી કબરના ખોદકામ દરમિયાન હાડપિંજર ની સાથે શંખની બંગડીઓ , પથ્થર ના લસોટા , પથ્થરની બ્લેડ , મણકા , માટીના ઘડા , સહિતના વાસણો મળી આવ્યા છે.એક કબરમાંથી સૌથી વધુ 19 અને બીજી કબરમાંથી સૌથી ઓછા 3 વાસણો મળી આવ્યા છે.બાળકો અને પ્રાણીઓના પણ હાડકા ના આવશેષો મળી આવ્યા છે.હજી બીજા તબક્કામાં અહીં વધુ સંશોધન કરાશે છેલ્લા 45 દિવસથી કેરળ અને કચ્છ યુનિવર્સિટી તેમજ વડોદરા અને પુણે કોલેજના છાત્રો દ્વારા કરાયેલા ખોદકામ માં સફળતા મળી છે.ગુજરાત માં 5000 વર્ષ જુના હડપ્પા સંસ્કૃતિનું આ પ્રથમ કબ્રસ્તાન મળી આવ્યું છે.

Latest Stories