કચ્છ: માતાના મઢ હવન સાથે કરાઇ નવરાત્રીની પુર્ણાહુતી

New Update
કચ્છ: માતાના મઢ હવન સાથે કરાઇ નવરાત્રીની પુર્ણાહુતી

કચ્છ કુળદેવી આશાપુરા માતાના મઢમાં માતાજીના જયઘોષ સાથે હવનમાં બીડું હોમવામાં આવ્યું હતું સાથે જ સાતમના હવન સાથે ચૈત્રી નવરાત્રીનું સમાપન કરવામાં આવ્યું છે.

માતાના મઢમાં સાતમા નોરતે મોડી રાત્રે માતાજીનો હવન યોજવામાં આવ્યો હતો આસો નોરતા ની જેમ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં જગદંબા પૂજન બાદ દેવકૃષ્ણવસુ ના આચાર્યપદે હવનનો આરંભ થયો હતો. જેમાં જાગીર અધ્યયક્ષ યોગેન્દ્રસિંહ રાજા બાપાના હસ્તે મોડી રાત્રે દોઢ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇભક્તોએ આશાપુરા માતાજીનો જય જયકાર બોલાવ્યો હતો. હવન બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી..ચૈત્રી નવરાત્રીના સાતમના હવન સાથે અહીં નવરાત્રીનું સમાપન કરવામાં આવ્યું છે.

Latest Stories