Connect Gujarat
ગુજરાત

કચ્છ : 2001ના ભુકંપમાં બચી ગયેલાં લોકોને મળો, તેમની વ્યથા સાંભળી તમે રડી પડશો

કચ્છ :  2001ના ભુકંપમાં બચી ગયેલાં લોકોને મળો, તેમની વ્યથા સાંભળી તમે રડી પડશો
X

કચ્છમાં 2001માં પ્રજાસત્તાક પર્વના દિવસે આવેલો

ભુકંપ સૌને યાદ હશે. 20 વર્ષ બાદ

કચ્છ ફરીથી ધમધમતું થઇ ગયું છે પણ ભુકંપની યાદો હજી લોકોને રડાવી રહી છે. 20 વર્ષ પહેલાંના એ ગોઝારા દિવસને યાદ

કરતાંની સાથે લોકોના હૈયા હજી પણ હચમચી રહયાં છે.

26મી

જાન્યુઆરી 2001નો દિવસ, કચ્છ જિલ્લામાં ઠેર ઠેર ધ્વજવંદનના

સમારંભો યોજાઇ રહયાં હતાં પણ કુદરતના એક કોપથી ગણતરીની મિનિટોમાં બધુ ખેદાન મેદાન

થઇ ગયું હતું. ભુકંપના આંચકાના કારણે ઇમારતો અને મકાનો ધરાશાયી થવા લાગ્યાં હતાં

અને લોકોને જીવ બચાવવા માટે ભાગવાનો પણ સમય મળ્યો ન હતો. જે પોષતું તે મારતું એ

ક્રમ દીશે છે કુદરતનો આ ઉકિતિ સાર્થક થતી હોય તેમ કુદરત સામે માનવી અને પશુઓ લાચાર

બની ગયાં હતાં. હસતું, રમતું અને

કિલ્લોલ કરતું કચ્છ સામુહિક સ્મશાન ભુમિમાં ફેરવાય ગયું હતું. જયાં જુઓ ત્યાં

મૃતદેહોના ખડકલાઓથી પાષાણ હદયી માનવીઓના હૈયા પણ પીગળી ગયાં હતાં. દર્દનાક

ભુકંપમાં બચી ગયેલાં લોકો તેમના સ્વજનોની ભાળ મેળવવા આમતેમ ભટકી રહયાં હતાં. કચ્છમાં

આવેલાં ભુકંપની આજે 20મી વરસી છે.

એક તરફ સ્વજનને ગુમાવવાનું દુઃખ તો બીજી તરફ બધું ખેદાન મેદાન થઈ જવું તેની ચિંતા

આ વિકટ પરિસ્થિતિમાંથી કચ્છીઓ બહાર આવ્યા છે. કચ્છી માડુઓના ખમીરને સલામ કરવી જ

રહી…

ભુજ શહેરની

વાત કરવામાં આવે તો પ્રાગ મહેલ ,આઈના મહેલ , છતરડી,ફતેહ મામદનો ખોરડો જેવા પ્રાચીન

સ્મારકોને ભૂકંપમાં

વ્યાપક નુકશાન થયું હતું આજે પણ એ જર્જરિત ઇમારતો અને ભૂકંપનો કાટમાળ જોઈ શકાય

છે.ભુજના તે વખતના નગરપતિ રસિકભાઈ

મેઘજી ઠક્કરને કહેવા પડે જે દિવસે ભૂકંપ આવ્યો ત્યારથી તેઓ કોઈપણ સમય સંજોગ જોયા

વગર પહેલા લોહાણા સ્મશાનમાં જઈને મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવા માટે કાર્ય કરતા

રહ્યા હતાં. રસિકભાઈ આજે ભલે નથી પણ તેમને કરેલી કામગીરીને આજે પણ લોકો યાદ કરે

છે.તેમને અનેક મૃતદેહો સાથે રહેલા દાગીના પણ તેમના સ્વજનોએ પરત અપાવ્યા હતા

ભુજના જેનબબેન ખોજા પોતાની કોઠાસૂજથી જીવનમાં ધરખમ ફેરફાર કરીને પોતે જાતે આગળ આવ્યા છે વિનાશક ભૂકંપ વખતે તેમનું ઘર ધ્વસ્ત થઈ જવાથી તેમના પતિ કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતાં. જેનબબેનને સારવાર માટે ખસેડાયા હતાં જયાં ગંભીર ઇજાના પગલે તેમનો પગ કાપી નાંખવો પડયો છે પણ તેમણે જીંદગી સામે હાર માન્યા વિના પોતે આજે પગભર બન્યાં છે.

ભુજના અગ્રગણ્ય ડોકટર જ્ઞાનેશ્વર રાવ પોતાના શબ્દો વર્ણવતા ગમગીન થઈ જાય છે એ સાહેબ મારા છોકરાને જુઓ,આગળ મૃતદેહોનો ઢગલો,ચારેય બાજુથી સાહેબ સાહેબ મારી દીકરીને જુઓ,ભાઈની સારવાર કરો,લોહી નીકળતી હાલતમાં આવતાં મૃતદહોને હજી તબીબ ભુલી શકતાં નથી. પોતાના સ્વજનો દુનિયામાં નથી તે જાણી વ્યકત કરાતી દુખની લાગણી હજી માનસપટ પર તરોતાજા થઇ રહી છે.

ભૂકંપે બે મિનિટમાં કચ્છને તહસનહસ કરી નાખ્યું હતું. ભુકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ લોકોની વ્હારે આવી હતી. કાટમાળ હટાવી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહયાં હતાં અને બચી ગયેલાં લોકોને વસવાટ અને ભોજન સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી હતી. આજે 20 વર્ષ બાદ કચ્છ ફરી બેઠું થયું છે અને સમયની સાથે આગળ વધી રહયું છે.

Next Story