Connect Gujarat
Featured

કચ્છ પર વેલ માર્ક લો પ્રેશરથી રાજયભરમાં ચોમાસાની જમાવટ

કચ્છ પર વેલ માર્ક લો પ્રેશરથી રાજયભરમાં ચોમાસાની જમાવટ
X

અષાઢ મહિનો શરૂ થઇ ગયો હોવા છતાં મેહુલિયો મન મુકીને વરસી રહયો ન હોવાથી લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહયાં હતાં. વીતેલા 48 કલાકમાં સર્વત્ર મેઘાની મહેર થતાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

કચ્છ પર વેલ માર્ક લો પ્રેશર તેમજ સાયક્લોનીક સરકયુલેશન પણ સક્રિય થયું છે. બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે

આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. 8 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે.

દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ તો જૂનાગઢમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છેકચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. અમરેલીના જાફરાબાદમાં 2.5 અને ગીર-સોમનાથના ગીર ગઢડા અને જામનગરના કાલાવડમાં 2 ઈંચ વરસાદ છે.ઉપરાંત જામનગરના ધ્રોલમાં 45 મિમિ,રાજકોટના જામકંડોરણામાં 30 મિમિ, સુરતના પલાસણામાં 35 મિમિ વરસાદ નોઁધાયો છે. રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 4થી 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો હજુ કોરો રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Next Story