કચ્છ : “પ્રેમ પ્રકરણ”, શિકારપુર ગામના ચોકમાં ભાઈએ કરી બહેનના પ્રેમીની હત્યા

0

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નવયુવાનની ઘાતકી હત્યા નિપજાવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી હતી.

ભચાઉ તાલુકાના શિકારપુર ગામે વહેલી સવારે પ્રેમ પ્રકરણમાં એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેંસી નંખાયો હતો. મૃતક ક્રિપાલસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવકની ગામમાં જ રહેતી એક યુવતી સાથેના પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ક્રિપાલસિંહ જાડેજાને જે યુવતી સાથે પ્રેમ હતો, તે યુવતીના ભાઈએ ક્રિપાલસિંહને ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. વહેલી સવારે ગામના ચોકમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. બનાવની જાણ થતા સામખીયાલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે હત્યા અંગે વધુ તપાસ આદરી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here