કચ્છ 1971 યુદ્ધ વિરાંગનાઓ પૈકી હાલમાં પણ છે 60 મહિલાઓ હયાત

New Update
કચ્છ 1971 યુદ્ધ વિરાંગનાઓ પૈકી હાલમાં પણ છે 60 મહિલાઓ હયાત

1971 ના ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે ભુજના હવાઈ મથક પર બોમ્બમારો થયો હતો. તે સમયે ભુજના માધાપર ની 300મહિલાઓએ જીવની પરવા કર્યા વગર ગણતરીના સમયમાં હવાઈ મથકે રન વે તૈયાર કર્યો હતો. આ વિરાંગનાઓ પૈકી હાલમાં 60 મહિલાઓ હયાત છે.

1971 ના ભારત - પાક.ના યુદ્ધમાં ભુજના એરપોર્ટ પર બૉમ્બ મારો થતા પળવારની ચિંતા કર્યા વગર ભુજના માધાપરની 300મહિલાઓએ એકઠા થઈને વિમાન લેન્ડિંગ માટે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરી હતી આ વાત યાદ કરીને તેઓ આજે પણ ગર્વ અનુભવે છે.તે વખતે બૉમ્બ વર્ષા અવિરત ચાલુ હોવા છતાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના તેઓએ આ કામગીરી કરી હતી.

આ બહેનોની યાદમાં ભુજમાં રક્ષક વનનું નિર્માણ પણ કરાયુ છે.કચ્છની વિરાગનાઓએ દાખવેલી આ સાહસિકતા ઈતિહાસમાં ચિરંજીવ બની ગઈ છે.

જો કે, વારે તહેવારે ફક્ત આ બહેનોને યાદ કરી કહેવાતું સમ્માન કરવા સિવાય સરકાર બીજું કાંઈ કરી શકી નથી.આ 300બહેનોમાંથી હાલ 60 જેટલી બહેનો હયાત છે.યુદ્ધ સમયે તેઓએ કરેલી કામગીરીનું ગૌરવ આજે પણ અનુભવાઈ રહ્યું છે.

Latest Stories