Connect Gujarat
ગુજરાત

કચ્છ : સફેદ રણમાં આકાશ બનશે રંગબેરંગી, ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન

કચ્છ : સફેદ રણમાં આકાશ બનશે રંગબેરંગી, ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન
X

કચ્છ જિલ્લાના ધોરડો ખાતે સફેદ રણમાં આગામી શનિવારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે 15 જેટલા દેશ તેમજ ભારતના 4 રાજ્યો અને કચ્છ મળી 95 જેટલા પતંગરસિયાઓ સફેદ રણમાં પતંગ ઉડાડવાની મોજ માળશે.

કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020નું આગામી તા. 11મી જાન્યુઆરીના રોજ આયોજન કરાયું છે. જેમાં વિવિધ દેશોના તેમજ ભારતના વિવિધ રાજયોના પતંગબાજો ભાગ લઈ પતંગ મહોત્સવને સફળ બનાવશે.

કચ્છના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાની લોકોને તક પ્રાપ્ત થશે, ત્યારર ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, પતંગોત્સવમાં 15 દેશો પૈકી ફ્રાન્સ, અર્જેન્ટિના સહિતના 47 સભ્યો, ભારતના 4 રાજ્યો પૈકી રાજસ્થાન, પંજાબ, કેરલા તેમજ કચ્છ જિલ્લાના 13 પતંગરસિકો જોડાવાના છે. હાલ તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Next Story