Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: વર્ષ 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ, 10 વર્ષ બાદ અમદાવાદીઓએ નિહાળ્યું ગ્રહણ

અમદાવાદ: વર્ષ 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ, 10 વર્ષ બાદ અમદાવાદીઓએ નિહાળ્યું ગ્રહણ
X

દેશભરમાં આજે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ છે. શહેરીજનો માટે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ વેધશાળા દ્વારા સૂર્ય ગ્રહણ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ સૂર્યગ્રહણ નિહાળવાનો લાભ લીધો હતો. આ ગ્રહણને કંકણાકૃતિ ગ્રહણ પણ કહેવામાં આવે છે. અમદાવાદમાં દસ વર્ષ બાદ ફરી આ ગ્રહણ દેખાયો છે.

અમદાવાદમાં 10 વર્ષ બાદ ફરી સૂર્યગ્રહણ દેખાયું છે. વેધશાળાની ખોજ ટિમ દવારા અલગ-અલગ પ્રકારના ટેલિસ્કોપ મૂકી શહેરીજનો માટે ગ્રહણ નિહાળવા માટે આયોજન કરાયું હતું. રિવરફ્રંટ ખાતે આ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યા હતા. જેમાં સૂર્યના અલગ અલગ ટાઈમિંગ સાથેના સૂર્યગ્રહણ પણ જોઈ શકાયા હતા. સૂર્યગ્રહણને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તથા અલગ-અલગ શાળાના બાળકો વેધશાળા ખાતે આવ્યા હતા.

વેધશાળાની ખોજ મ્યુઝિયમની ટીમ દ્વારા લોકોને સૂર્ય ગ્રહણ વિશે સમજૂતી પણ આપવામાં આવી હતી. અને લોકોની અંદર સૂર્યગ્રહણને લઈને અંધશ્રદ્ધા ફેલાયેલી હતી તેને પણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Story