Connect Gujarat
Featured

લાવા ચીનથી ભારત લાવશે પોતાનો બિઝનેસ, 5 વર્ષમાં કરશે 800 કરોડનું રોકાણ

લાવા ચીનથી ભારત લાવશે પોતાનો બિઝનેસ, 5 વર્ષમાં કરશે 800 કરોડનું રોકાણ
X

મોબાઈલ ડિવાઈસીસ બનાવતી સ્થાનિક કંપની લાવા ઈન્ટરનેશનલને જણાવ્યું હતું કે, લાવા ચીનથી પોતાનો બિઝનેસ ભારત લાવી રહી છે. ભારતમાં તાજેતરના નીતિગત પરિવર્તન બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે.

લાવા કંપનીએ તેના મોબાઈલ ફોન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરીંગની કામગીરીમાં વધારો કરવા માટે આગામી 5 વર્ષમાં 800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે.

લાવા ઈન્ટરનેશનલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હરિ ઓમ રાયે જણાવ્યું હતું કે, ચીનમાં પ્રોડક્ટ ડિઝાઈનના ક્ષેત્રમાં આપણે ઓછામાં ઓછા 600થી 650 કર્મચારીઓ રાખીએ છીએ. હવે અમે ડિઝાઈનનું કામ ભારતમાં સ્થાનાંતરિત કર્યું છે. આપણા ભારતમાં સ્થાનિક કારખાનામાંથી વેચાણની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. અમે ચીનમાં આવેલી અમારા ફેક્ટરીમાંથી કેટલાક મોબાઈલ ફોનો વિશ્વભરમાં નિકાસ કરી રહ્યા છીએ, હવે આ કામ ભારતથી કરવામાં આવશે.

હરિ ઓમ રાયે કહ્યું, મારૂં સ્વપ્ન ચીનમાં મોબાઈલ ડિવાઈસીસ નિકાસ કરવાનું છે. ભારતીય કંપનીઓ પહેલેથી જ ચીનમાં મોબાઈલ ચાર્જરોની નિકાસ કરી રહી છે. ઉત્પાદન માટેની આપણી પ્રોત્સાહક યોજનાથી સ્થિતિમાં સુધારો થશે. તેથી હવે આખો વ્યવસાય ભારતમાંથી કરવામાં આવશે.

Next Story