કેળાં એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી રહે છે. કેળાં હેલ્થ માટે ખુબ જ લાભદાયી છે તેથી જ તેને સુપરફુડની કેટેગરીમાં રાખવામાં આવે છે. જો તમે રોજ એક કેળાનું સેવન કરો તો તમારી હેલ્થ સારી રહેશે અને સાથે જ તમે એનર્જીથી ભરપૂર રહેશો. પરંતુ ગરમીની સિઝનમાં કેળાને ખરીદીને લાવ્યા બાદ થોડા જ સમયમાં કાળા પડી જતાં હોય છે. તો જાણો કેળાને ખરીદીને લાવ્યા બાદ શું કરવાથી કેળાં કાળા નહીં પડે અને લાંબો સમય એવા જ ફ્રેશ રહેશે.
લટકાવીને રાખો
કેળાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવા માંગો છો તો કેળાને ટેબલ કે સર્ફેશ પર રાખવાને બદલે તેને લટકાવીને રાખો. આ માટે કેળાના ટિંડાના ભાગમાં દોરો બાંધો અને સાથે તેને લટકાવો. તે ઝડપથી પાકશે નહીં અને ફ્રેશ રહેશે. આ સાથે તેમાં ધ્યાન રાખો કે કોઈ કટ લાગવો જોઈએ નહિ.
પ્લાસ્ટિકનો કરો ઉપયોગ
કેળાને સડતા અટકાવવામાં માટે તેના ઉપર ના ટિંડાના ભાગને પ્લાસ્ટિક થી રેપ કરો. ધ્યાનમાં રાખો કે ખાલી કેળાનો ઉપર નો ભાગ જ પ્લાસ્ટિક થી કવર થવો જોઈએ. તેનાથી તેના પકવાની પ્રોસેસ ધીમી થઈ જશે. તેમાથી નીકળતા એથેલીન ગેસનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. જેનાથી કેળાં 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહેશે.
વિનેગારથી ધોઈ લો.
કેળાને જલ્દી ખરાબ થતાં અટકાવવામાં માટે વિનેગારનો ઉપયોગ કરી શકાય છે. આ માટે મોટા વાસણમાં પાણી લો. તેમાં વિનેગર મિક્સ કરો હવે કેળાને વિનેગારમાં દૂબાળીને કાઢી લો. હવે તેને ટિંગાળીને રાખો.
એરટાઈટ પાઉચનો ઉપયોગ કરો
જો તમે કેળાંને લાંબો સમય સુધી સારા અને ફ્રેશ રાખવા માંગો છો તો તમે તેને એક એરટાઈટ પ્લાસ્ટિકની બેગની અંદર પેક કરીને ફ્રિજરમાં જમાવી દો. તેનાથી તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરી શકશો. ઉપયોગમાં લેવાના અડધો કલાક પહેલા તેને ડીફ્રોજ કરી લો.