Connect Gujarat
લાઇફસ્ટાઇલ

માંકડનો વધી રહ્યો છે ઘરમાં ત્રાસ? તો અપનાવો આ સરળ ટિપ્સ એક જ ઝાટકે સમસ્યા થઈ જશે દૂર....

ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે.

માંકડનો વધી રહ્યો છે ઘરમાં ત્રાસ? તો અપનાવો આ સરળ ટિપ્સ એક જ ઝાટકે સમસ્યા થઈ જશે દૂર....
X

ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે. તો એવામાં જરૂરી છે કે જેમ બને એમ વહેલી તકે ઊધઈ અને માંકડથી છૂટકારો મેળવીએ. તો આવો જાણીએ ઊધઈ અને મકદને દૂર કરવાની સરળ ટિપ્સ

1. માંકડથી છૂટકારો મેળવવા માટે તમે એક બાઉલમાં 2 ચમચી બેઝિક પાવડર લો. તેમાં 1 હમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી વોશિંગ પાવડર ઉમેરી મિક્સ કરો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. હવે હાથમાં મોજા પહેરી તેની નાની નાની ગોળીઓ બનાવો. પછી આ ગોળીઓને થોડી વાર હવામાં રાખીને સૂકવી દો. હવે આ ગોળીઓને ફર્નિચરમાં રાખી દો. તેનાથી અમુક જ સમયમાં માકડ ભાગી જશે. આ વાતનું ધ્યાન રાખો કે ગોળીઓ બાળકોથી દૂર રહે.

2. ઘરનાં ફર્નિચર, પુસ્તકો, બારીઓ અને દરવાજામાં ઘણીવાર ઈંધોઈ આવી જાય છે. જે ઘણીવાર જમીન અને દીવાલોમાં પણ પોતાનું ઘર બનાવી દે છે. જેના કારણે ફક્ત ફર્નિચર જ નહીં પરંતુ, દીવાલ પણ પોલી થઈ જાય છે. એવામાં તેનાથી છુટકારો મેળવવા માટે કોઈ જૂના વાસણમાં મોટી ચમચી વોશિંગ પાવડરમાં બે મોટી ચમચી બોરિક પાવડર, બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મીઠું મિક્સ કરી લો. હવે તેમાં પાણી એડ કરો અને તેનું પાતળું ઘોળ બનાવીને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યારબાદ આ મિક્સરને ઈંધોઈવાળી જગ્યાએ સ્પ્રે કરી લો. તેનાથી ઉધઈ તમારા ઘરનો રસ્તો ભૂલી જશે. ઉધઈ તમારા ઘર તરફ બીજીવાર નહીં આવે. તેના માટે તમારે પંદરથી વીસ દિવસમાં આ મિક્સરને ઘરમાં સ્પ્રે કરતાં રહો. પરંતુ, આ મિક્સરને બાળકો અને પાળતું જાનવરોથી દૂર રાખો.

Next Story