Connect Gujarat
લાઇફસ્ટાઇલ

બટેટા ખાવા માટે તો વપરાઇ જ છે પણ શું તમને ખબર છે કે બટેટા ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે... જાણો કઇ વસ્તુને કરે છે એકદમ ક્લીન

બટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.

બટેટા ખાવા માટે તો વપરાઇ જ છે પણ શું તમને ખબર છે કે બટેટા ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે... જાણો કઇ વસ્તુને કરે છે એકદમ ક્લીન
X

બટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે. બટેટાને આજ કારણથી શાકભાજીના રાજા કહેવાય છે. કારણ કે તેનો ઉપયોગ તમે કોઈ પણ શાક સાથે કરી શકો છો. રસોઈમાં અલગ અલગ રીતે બટેટાનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બટેટાનો ઉપયોગ ખાવા સિવાય ઘરમાં કેટલીક વસ્તુઓને ચમકાવવામાં પણ થાય છે? નથી જાણતા તો આજે તમને જણાવી દઈએ કે બટેટાનો ઉપયોગ કરીને તમે કઈ કઈ વસ્તુઓ ચમકાવશો.

ચાંદીના ઘરેણાં

ચાંદીની જ્વેલરી થોડા દિવસ માટે પણ તમે કબાટમાં મૂકી રાખો તો તે કાળા પાડવા લાગે છે. પછી જ્યારે પહેરવાનો સમય આવે ત્યારે તેનો ઉપયોગ કરી શકાતો નથી. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો તમે હવે ઘરે જ તમારી જ્વેલરી ચમકાવી શકશો. તેના માટે એક વાસણમાં પાણી ભરો. તેમાં બટેટાને ખમણી અને ઉકાળો ત્યાર પછી આ પાણીમાં ચાંદીના ઘરેણાં મૂકી એક કલાક સુધી રાખો. ત્યાર પછી તેને બ્રશ વડે સાફ કરી નાખો તમારા ઘરેણાં નવા જેવા ચમકી ઉઠશે.

ચાકુ

દરેક ઘરના રસોડામાં એક કરતાં વધારે ચાકા હોય જ છે. કેટલીક ચાકુનો ઉપયોગ નિયમિત થતો હોય છે જ્યારે અમુકને રાખી મૂકવામાં આવે છે. જે ચાકુનો ઉપયોગ વધારે થતો ના હોય તેને કાટ લાગી જાય છે. આવા ચાકુને સાફ કરવા માટે પણ બટેટા ઉપયોગી છે. તેના માટે ચાકુ ઉપર બેકિંગ સોડા અને ડિશ વોશર લિક્વિડ લગાવો. ત્યાર બાદ અડધું બટેટુ કાપી તેના વડે ચાકુને સાફ કરો. ચાકુ નવા જેવુ ચમકી જશે.

ચશ્મા

આ સાંભડીને નવાઈ લાગશે પણ બટેટાથી ચશ્મા પણ સાફ થઈ જાય છે. જે લોકો નિયમિત ચશ્મા પહેરતા હોય તેના કાચની અંદર ગંદકી જામી જતી હોય છે. વળી કાચ થોડા સમયમાં ઝાંખા દેખાવા લાગે છે. તેવામાં બટેટાના ટુકડાથી ચશ્માના કાચ સાફ કરવામાં આવે તો કાચ એકદમ ચમકી ઉઠશે.

Next Story