/connect-gujarat/media/post_banners/63ece2bd3ab03cf18431cf8602dad060edf8984613f1812f972908f757abcfcc.webp)
ખરાબ અને અયોગ્ય લાઈફસ્ટાઇલના કારણે હાઇ બ્લડ પ્રેસર જેવી અનેક સમસ્યાઓ થતી જ રહે છે. WHO અનુસાર 1.28 અરબ લોકોને હાઇ બ્લડ પ્રેસરની સમસ્યા છે. પરંતુ ઘણા લોકો તો એવા છે જેને ખબર જ નથી હોતી કે તેને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે. હાઇ બીપીને કારણે હાર્ટ, બ્રેઇન, કિડની તથા બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે. બીપી ના કારણે હાર્ટ એટેકનુ જોખમ વધી જાય છે. હાઇ બીપીના કારણે દવા લેવી પડે છે. પરંતુ અમુક એવી પ્રાકૃતિક વસ્તુઓ છે જેનાથી પણ હાઇ બીપી કંટ્રોલ થઈ શકે છે. જાણો તેના વિષે વધુ માહિતી...
અજમો- અજમામાં આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ તથા ફાઈબર સહિત અન્ય પોષકતત્ત્વો રહેલા છે. કેલ્શિયમને નેચરલી બ્લૉક કરી દે છે, જેથી હાઈ બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે.
તજ- તજ સુગંધિત ભારતીય મસાલો છે, જેની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. સદીઓથી હાઈ બ્લડ પ્રેશના ઈલાજ માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે. તજમાં રહેલ કંપાઉડ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર ઓછું કરે છે.
બ્રાહ્મી- આયુર્વેદ અનુસાર બ્રાહ્મી ખૂબ જ ગુણકારી છે. બ્રાહ્મીના પાન અને મૂળમાં અનેક ઔષધીય ગુણ રહેલા છે. આયુર્વેદ અનુસાર બ્રાહ્મીથી અનેક બિમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. બ્રાહ્મીથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક પ્રેશર ઓછું થાય છે. બ્રાહ્મીમાં રહેલ નાઈટ્રિક એસિડના કારણે બ્લડ વેસલ્સ રિલેક્સ રહે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
તુલસીના પાન- લગભગ તમામ ભારતીયોના ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના પાન ચાવીને ખાવાથી હાઈ બીપી ઓછુ થઈ શકે છે. તુલસીમાં રહેલ પ્લાન્ટ બેઝ્ડ કંપાઉડને કારણે બીપી નોર્મલ થઈ જાય છે.
લસણ- લસણ અનેક બિમારીઓ દૂર કરવામાં લાભદાયી છે. લસણમાં રહેલ સલ્ફર કંપાઉડ એલિસિની બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરે છે, જેથી લોહીની ધમનીઓ પર વધુ પ્રેશર આવતું નથી, જેથી બ્લડ પ્રેશર નેચરલી ઓછું રહે છે.