/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/hqdefault.jpg)
લોકરક્ષક દળની પરીક્ષાને લઇને પેપર લીક થવાની જાણ થતા પરીક્ષાને તાત્કાલીક રીતે રદ કરી દેવામાં આવી છે. પેપરમાં પુછવામાં આવેવા પ્રશ્નોનોના જવાબ પરથી જાણ થઇ કે પેપર લીક થયું હતું.
ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. અને તેમણે પરીક્ષાર્થીઓની માફી માંગી હતી. પરીક્ષાર્થીઓને આ અંગેની જાણકારી આપાવમાં આવી રહી છે. કે પરીક્ષા રદ કરવામાં આવી છે, રાજ્યમાં આજે (રવિવારે) લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો રાજ્યના અલગ -અલગ વિસ્તારોમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. મહત્વનું છે, કે ૯૭૧૩ જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકાએક પેપર લીક થતા પરીક્ષા મોકુફ રખાતા દુર-દુર્થી ભાડા ખર્ચી આવતા ભરૂચ –અંકલેશ્વર,રાજકોટ સહિત સુરતના પરિક્ષાર્થીઓ પણ અટવાયા હતા. તેમણે પોતાની વ્યથા અને આક્રોશ વ્યકત કરતા જણાવ્યૂં કે અમે બહુ તકલીફો વેઠી પરીક્ષા આપવા સેન્ટર સુધી પહોંચ્યા હતા. જયાં વ્યવસ્થાના ભાગ રૂપે બપોરે લેવાનારી પરીક્ષામાં સવારથી જ કતાર બનાવી પોતાની હાજરી પણ નોંધાવી હતી. પણ એકાએક પરીક્ષા રદ્દ જાહેર કરાતા અમારા ઉપર આર્થીક અને માનસીક બંન્ને ભારણ વેઠવાનો વારો આવ્યો છે.
બીજી તરફ વિદ્યાર્થીની પડખે કોંગીઓએ આવી સરકારની વ્યવસ્થા પર સવાલો ઉઠાવી હોહાપો મચાવ્યો હતો અને સરકાર વિદ્યાર્થીઓને પડતા આર્થીક ભારણનું વળતર ચુકવે તેવી માંગ પણ તેમણે કરી હતી.