Connect Gujarat
ગુજરાત

સુરત : વલસાડ પાસે ટ્રેનમાં લુંટ કરનારા 7 આરોપી ઝબ્બે, ટ્રેન રોકવા સિગ્નલ સાથે કરી હતી છેડછાડ

સુરત : વલસાડ પાસે ટ્રેનમાં લુંટ કરનારા 7 આરોપી ઝબ્બે, ટ્રેન રોકવા સિગ્નલ સાથે કરી હતી છેડછાડ
X

દસ દિવસ અગાઉ વલસાડથી ડુંગળી વચ્ચે દોડતી ટ્રેનમાં

થયેલી લૂંટના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 86 લાખ રૂપિયા ઉપરાંતના

મુદ્દામાલ સાથે ૭ આરોપીઓની ધરપકડ કરી છે.

દસ દિવસ અગાઉ વલસાડથી ડુંગળી વચ્ચે ચાલુ ટ્રેનમાં આરોપીઓએ લૂંટની

ઘટનાને અંજામ આપ્યો હતો. રાજુ બિહારી શર્માએ આ લૂંટ માટે ટેક્નિકનો ઉપયોગ કર્યો

હતો અને ચાલુ ટ્રેનને રોકવા ટ્રેનના સિગ્નલને બે-પાંચ મિનિટ સુધી રેડ સિગ્નલ કરી

રાખ્યું હતું. રાજુ બિહારીના મુખ્ય સૂત્રધાર નીરજ કુમાર છોટેસિંહ પટેલ આ કામમાં

માહિર હોવાથી નિરજને પોતાની પાસે રાખ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ચોરોએ છેલ્લા બે વર્ષ

દરમિયાન આખા દક્ષિણ ગુજરાતમાં પોતાનો ખોફ પણ જમાવ્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, લૂંટના આરોપીઓ સચીન જીઆઇડીસી પાસે ઝુપડપટ્ટીમાં લૂંટના બધા જ આરોપીઓ એકઠા થઇ પોતાનો માલ અને હિસ્સો લઈને પાછા જવાના હતા. લૂંટારુઓ પાછા ફરે એ પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી અને બધા જ આરોપીને દબોચી લીધા હતા. આરોપીઓને વતન પહોંચે એ પહેલા જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ઘટનામાં વલસાડ પાસેના ખેરગામના સ્થાનિક ચોરો પણ સામેલ હતા. આરોપીઓ પાસેથી ૨૦ જેટલી સોનાની બિસ્કીટ, બે દેશી તમંચા,1 પિસ્તોલ, 1 બંદૂક, 14 નંગ કારતુસ, 12 જેટલા મોબાઇલ અને 15 લાખ રોકડા મળી કુલ 86 લાખ રૂપિયાના મુદ્દામલ કબજે લેવાયો છે.

Next Story