Connect Gujarat
Featured

ડૉ.અચ્યુત સામંત લિખિત પુસ્તક નીલિમારાનીઃ માય મધર- માય હીરો"નું એમ. વેંકૈયા નાયડૂએ કર્યું વિમોચન

ડૉ.અચ્યુત સામંત લિખિત પુસ્તક નીલિમારાનીઃ માય મધર- માય હીરોનું  એમ. વેંકૈયા નાયડૂએ કર્યું વિમોચન
X

આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ એમ.વેંકૈયા નાયડૂ

ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ ડૉ.અચ્યુત સામંત દ્વારા લિખિત પુસ્તક "નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો"નું વિમોચન કર્યુ 2 એપ્રિલ 2021ના રોજ ભુવનેશ્વર રાજભવનમાં "નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો" પુસ્તકના વિમોચન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કહ્યું કે આપણે મા, માતૃભૂમિ અને આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. આદર્શ મા પર લખાયેલા પુસ્તક "માઈ મધર- માઈ હીરો" જાણિતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર ડૉ.અચ્યુત સામંત દ્વારા લખવામાં આવી છે. મહામહિમ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે "આપણે ઉદ્યમિઓ, શોધકર્તાઓ અને જ્ઞાનિકોની બાયોગ્રાફી વાંચીએ છીએ, પરંતુ માતાની બાયોગ્રાફી લખવી કંઈક અલગ અને અનોખું છે. માતા પર એક જીવની લખવી ખૂબ જ પ્રેરણાદાયક છે."

ઓડિશાના મહામહિમ રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલે પુસ્તક વિમોચન સમારોહની પ્રશંસા કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે ન માત્ર માનવતાની સેવા કરવી જોઈએ પરંતુ માનવતાની પૂજા પણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવા પ્રારંભિક તબક્કામાં ડૉ.સામંતે આટલું મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું છે.

જ્યારે હું અચ્યુત સામંતને જોઉં છું તો મને ઠક્કર બાપા યાદ આવે છે." આ પ્રસંગે સંબોધન કરતા ડૉ.સામંતે કહ્યું કે તેઓ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા રહ્યા છે કેમ કે તેમણે બાળપણમાં જ નારી શક્તિની અનુભૂતિ કરી છે. ડૉ.સામંતે વધુમાં કહ્યું કે મહિલા શક્તિ એક રાષ્ટ્ર અને સમાજને સર્વાંગી

વિકાસમાં મદદ કરે છે. જો મહિલા સશક્તિકરણને મહત્ત્વ આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ વિકસિત થઈ શકે છે. આ પુસ્તક મહિલાઓની શક્તિ અંગેનું છે. ડૉ.સામંતે પોતાની માતાનું ઉદાહરણ લઈને તેને વ્યક્ત કર્યું છે.

ડૉ.અચ્યુત સામંતના માતા નીલિમારાની એક સાધારણ મહિલા હતા, જેઓ સમાજની મદદ કરવા માટે કંઈક અસાધારણ સપના અને દૂરદ્રષ્ટિ રાખતાં હતા. તેમની વિચારધારાએ સમાજ માટે કંઈક કરવા માટે ડૉ. સામંત પર ઉંડો પ્રભાવ પાડ્યો. સંઘર્ષોથી ભરેલું જીવન જીવતા નીલિમારાની એક નાનકડા અંતરિયાળ ગામને સ્માર્ટ ગામ અને માનપુરને એક સ્માર્ટ પંચાયતના સ્વરૂપમાં વિકસિત કરી શકતા હતા. કઈ રીતે તેઓ હંમેશા પોતાના પૈતૃક ગામ કલારબંકાના વિકાસ માટે ડૉ. સામંતને આગ્રહ કરતા હતા એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે. ડૉ.સામંતના પિતાનું અકસ્માતે મોત થતાં તેમના માતા નીલિમારાની માત્ર 40

વર્ષની વયે અસહાય બની ગયા હતાં. આ આપદાએ તેઓને અકલ્પનીય કષ્ટ અને સંઘર્ષમાં ધકેલી દિધાં. પરંતુ તેમણે પોતાની દૃઢ ઈચ્છા શક્તિ, સિદ્ધાંતો અને સંઘર્ષને ક્યારેય છોડ્યો નહીં. પોતાના છેલ્લા શ્વાસ સુધી તેઓ કલારબંકા સ્માર્ટ ગામ અને માનપુર પંચાયતના વિકાસ માટે ડૉ.સામંતને આગ્રહ

કરતી રહી હતી. ડૉ.સામંત જે પણ પ્રાપ્ત કરી રહ્યા છે, તે બંધું જ તેમના માતાના મૂલ્યો અને આદર્શોના કારણે છે. તેમણે ડૉ. સામંત આજે જે કંઈપણ છે તે તેમના માતાના માર્ગદર્શનને આભારી છે, તેમની તમામ સિદ્ધિઓ તેમના માતા નીલિમારાનીને સમર્પિત છે.

Next Story