આજે મહારાષ્ટ્રનો 62 મો સ્થાપના દિવસ છે. આ અવસર પર બીજેપી, મનસે, શિવસેના સહિત અન્ય પાર્ટીઓના ઘણા કાર્યક્રમો આયોજિત થવાના છે.મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી. આ દિવસે રાજ્યભરમાં જાહેર રજા છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ આ પ્રસંગે રાજ્યના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. ચાલો જાણીએ કે આજે બીજેપી, મનસે અને શિવસેના કયા કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે MNS પ્રમુખ રાજ ઠાકરે આજે સાંજે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.

મહારાષ્ટ્રમાં હવે બધાની નજર ઔરંગાબાદની આ જાહેરસભામાં રાજ ઠાકરે કયા મુદ્દા ઉઠાવશે તેના પર ટકેલી છે. જણાવી દઈએ કે રાજ ઠાકરે શનિવારે જ પુણેથી ઔરંગાબાદ પહોંચ્યા હતા. રાજ ઠાકરે શનિવારે જ પુણેથી ઔરંગાબાદ પહોંચ્યા હતા. કડક ચેતવણી આપતાં, પોલીસે કહ્યું કે મીટિંગમાં ભાગ લેનારા તમામ લોકોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ વાંધાજનક અથવા નુકસાનકારક ટિપ્પણી કરવામાં ન આવે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે 7 વાગ્યે હુતાત્મા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી તેઓ સવારે 8 વાગ્યે શિવાજી પાર્ક મેદાનમાં સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. સાંજે 6:45 કલાકે Jio વર્લ્ડ સેન્ટર ખાતે રાજ્ય સરકારના કાર્યક્રમમાં ભાગ લેશે. વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP) દેવેન્દ્ર ફડણવીસ મુંબઈના સોમૈયા મેદાન ખાતે ‘બૂસ્ટર ડોઝ’ રેલી યોજવાના છે, જેને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓના પ્રચારના પ્રારંભ તરીકે જોવામાં આવે છે.