Connect Gujarat
Featured

મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોવિડ ગતી ધીમી થવાના સંકેત - સરકારનો દાવો

મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોવિડ ગતી ધીમી થવાના સંકેત - સરકારનો દાવો
X

આ સમાચાર કોરોનાના આક્રોશ વચ્ચે સમગ્ર દેશમાં થોડી રાહત આપી શકે . દેશના કેટકાક કોરોના પ્રભાવીત રાજ્યોમાં દરરોજ નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંકયામાં ઘટાડો થવાના સંકેત મળ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં દરરોજ નવા આવતા કોરોના સંક્રમણ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, 30 એપ્રિલે દેશમાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખને પાર કર્યા પછી આ સંખ્યા 1 મેના રોજ ઘટીને 3,92,488 પર આવી ગઈ હતી અને 2 મેના રોજ આ આંકડો 3,68,147 પર પહોંચી ગયો હતો. 3 મે સોમવારે દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા 3,55,998 નોંધાઈ હતી. દેશમાં કોરોના સક્રિય દર્દીઓનો એવરેજ ગ્રોથ રેટ 2.9% થયો છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 34 લાખથી વધુ છે.

મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત રાજ્ય છે. અહીના 12 જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં નવા સંક્રમિત દર્દીઓમાં વધારો થવાની ગતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોવિડની ગતિ છત્તીસગઢના દુર્ગ, ગરીબંદ, રાજનાંદગાંવ, રાયપુર મધ્યપ્રદેશના છીંદવાડા, ગુના, શાજપુર, લદાખના લેહ, તેલંગાણાના નિર્મલમાં પણ કોરોના કેસોની ગતી ધીમી જોવા મળી રહી છે.

જોકે, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં હજી પણ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. આ વર્ષે માર્ચ મહિનાથી ભારત કોરોના મહામારીની બીજી લહેરમાં જોવા મળે છે. કોરોનાના લાખો દર્દીઓ દરરોજ બહાર આવે છે જેના સામે આપણા દેશનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર અપૂરતું પુરવાર થઈ રહ્યું છે.

Next Story