Connect Gujarat
Featured

મહારાષ્ટ્ર : નાસિકની હોસ્પિટલમાં ઑક્સિજન ટેન્કર લીક, 22 લોકોના કરુણ મોત

મહારાષ્ટ્ર : નાસિકની હોસ્પિટલમાં ઑક્સિજન ટેન્કર લીક, 22 લોકોના કરુણ મોત
X

મહારાષ્ટ્રના નાસિકની જાકિર હુસેન હોસ્પિટલમાં ટેન્કમાંથી ઓક્સિજન લીક થતા 22 લોકોના દર્દનાક મોત થયા છે. આજ રોજ બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલ પરિસરમાં પડેલી ટેન્કમાંથી ઓક્સિજન લીક થવા લાગ્યું હતું અને તેને પરિણામે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઓછો મળવા લાગતા તેઓ તરફડવા લાગ્યા હતા અને આખરે તમામ 22 લોકો મોતને ભેટ્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી રાજેન્દ્ર શિંગળેએ જણાવ્યું કે અમને પ્રાથમિક માહિતી મળી છે કે આ ઘટનામાં 22 દર્દીઓના મોત થયા છે. આ ઘટનાની તપાસ બાદ દોષીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

https://twitter.com/ConnectGujarat/status/1384778487165177856?s=20

આ ઘટના બની ત્યારે જાકિર હુસેન હોસ્પિટલમાં કોરોનાના 25 દર્દીઓ દાખલ હતા જેમાંથી 22 દર્દીઓની હાલત બગડતા તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા. જાકિર હુસેન હોસ્પિટલ પસિસરમાં પડેલી ટેન્કમાંથી અચાનક જ કોઈ કારણસર ઓક્સિજન લીક થવા લાગ્યો હતો અને જોતજોતામાં આખી હોસ્પિટલ ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. ઓક્સિજન લીક થતા જે દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હતા તેમને ઓક્સિજન મળવાનું બંધ થઈ ગયું હતું અને તેને કારણે તેમના મોત થયા હતા.

ઓક્સિજન લીક થવાને કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. શરુઆતમાં તો લોકો આગ લાગી હોવાનું લાગ્યું હતું. પરંતુ ઓક્સિજન લીક થયાનું જાણમાં આવતા લોકોમાં અફરાતફરી મચી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવતા ગાડીઓ આવી હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

Next Story