/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-47.jpg)
હાલ સમગ્ર ગુજરાત માં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને સરકાર દ્વારા દરેક પરીક્ષા સેન્ટર પર કડક સુરક્ષા વચ્ચે કોઈ ગેરરીતિ કે કોઈ અનિછીનિય બનાવ ન બને તે માટે સંપૂર્ણ વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા માં એક પરીક્ષા સેન્ટર એવું છે જ્યાં ફક્ત એકજ પરિક્ષાર્થી પરીક્ષા આપતો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સહિત ની તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેનો પરિક્ષાર્થી પણ સરકાર નો આભાર માને છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલી આ છે આદર્શ વિદ્યાલય કે જ્યાં જુના કોર્ષ ની બારમાં ધોરણ ની સામન્ય પ્રવાહ નું પરીક્ષા કેન્દ્ર છે. સ્કૂલ ની બહાર નું શાંત વતાવર્ણ અને અઢાર પોલીસ જવાનો જોઈ ને એમ લાગશે કે અહીં મોટી સંખ્યા માં પરિક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા હશે પરંતુ એવું નથી આ પાંચ માળ ની બિલ્ડીંગ માં પાંત્રીસ જેટલા રૂમ છે પરંતુ અહીં એકજ રૂમ ના બ્લોક નંબર પાંત્રીસ માં ફક્ત બે પરિક્ષાર્થી ના બેઠક નંબર છે.
સમગ્ર સ્કૂલ કેમ્પસ માં ફક્ત બેજ પરિક્ષાર્થીઓને ધોરણ બાર સામાન્ય પ્રવાહના જુના કોર્ષનું ઇતિહાસનું પેપર આપવા માટેની બેઠક વ્યવસ્થા આ સ્કૂલમાં કરવામાં આવી છે. જેમાં એક પરિક્ષાર્થી ગેરહાજર છે અને એક જ મહિલા પરિક્ષાર્થી પરીક્ષા આપવા માટે આવેલ છે. વહીવટી તંત્ર દ્વારા એક પરિક્ષાર્થી માટે પણ સરકારી નોમ્સ મુજબ સુંદર વ્યવસ્થા કરવમાં આવી છે. એક પરિક્ષાર્થી માટે સ્કૂલની બહાર કડક પોલીસ બંદોબસ્ત માટે અઢાર પોલીસ જવાન તેમજ એક પરિક્ષાર્થી માટે બે સુપરવાઈઝર, એક બિલ્ડીંગ કંડકટર, એક સીસીટીવી કેમેરા ઓપરેટર અને બે પટાવાળા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ ગેરરીતી કે અનિછીનિય બનાવ બને નહીં અને પરિક્ષાર્થી શાંતી થી પરીક્ષા આપી શકે. એક પરિક્ષાર્થી માટે આટલી બધી વ્યવસ્થા જોઈ પરિક્ષાર્થી પણ વહીવટી તંત્ર ના સુંદર આયોજન ના વખાણ કરે છે.