ધૈર્યરાજની મદદ અંગેની મુહિમ રંગ લાવી છે. ભારત તેમજ ગુજરાતમાંથી દાનનો ધોધ વહ્યો છે ત્યારે કુલ ૧૫.૫૦ કરોડ જેટલી રકમ ખાતામાં આવી ચુકી છે. હવે માત્ર ૫૦ લાખ જેટલી જ રકમ એકત્રિત કરવાની બાકી છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ધૈર્યરાજ SMA-1 નામની  ગંભીર બીમારીથી પીડાઈ રહયો છે અને સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર હોય  ત્યારે લોકો મદદે આવે તેવા હેતુથી  સોસિયલ મીડિયા તેમજ મીડિયા દ્વારા મુહિમ ઉઠાવવામાં આવી હતી અને સતત અહેવાલ બતાવવામાં આવ્યો જેથી ગુજરાતના ખૂણે ખૂણે વધુમા વધુ  લોકો સુધી મેસેજ પહોંચાડવામાં મીડિયા નો અગ્રેસર રહયું જેથી આજે ધૈર્યરાજના ખાતામાં ઓનલાઇન  માત્ર ૩૮ જેટલા દિવસમાં રૂપિયા ૧૫.૫૦ કરોડ જેટલી માતબર રકમ  લોકો દ્વારા દાન પેટે આપવામાં આવી રહી  છે ત્યારે હવે માત્ર ૫૦ લાખ જેટલી રકમ બાકી છે ત્યારે ધર્યરાજનાં પિતા એ ગૂજરાતની તમામ જનતાનો આભાર માન્યો હતો અને તેમનાઓ દીકરો સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરી હતી.