પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. પાકિસ્તાનના ઘોટકીમાં રેતી અને દહારકી રેલ્વે સ્ટેશનો વચ્ચે સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન, મિલ્લટ એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ ચેનલે આ માહિતી આપી છે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, સરગોધા જય રહી સર સૈયદ એક્સપ્રેસ ટ્રેક પર પહેલાથી હાજર મિલ્લટ એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી ત્યારે આ અકસ્માત થયો હતો. ઘોટકી ડીસી ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘણા લોકો હજી પણ બંને ટ્રેનની બોગીઓમાં ફસાયા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી.
ડીસી ઉસ્માન અબ્દુલ્લાએ કહ્યું કે ઓપરેશન માટે ભારે મશીનરી અને કટરની જરૂર છે. મોટા ટ્રેન અકસ્માત બાદ રેલ્વે ટ્રાફિક સ્થગિત કરાયો છે. દરમિયાન, પાકિસ્તાન રેન્જર્સ સિંધના સૈનિકો પણ કામગીરીમાં વહીવટને મદદ કરવા સ્થળ પર પહોંચી ગયા છે. લાશને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહી છે.
