સામાન્ય રીતે વધેલા ભાતને લોકો નાખી દેતા હોય છે. પરંતુ તમે વધેલા ભાતમાંથી મસ્ત ટોમેટો રાઇઝ બનાવી શકો છો. જો ટોમેટો રાઇઝ તમે આ રીતે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. આ ટોમેટો રાઈસ સરળતાથી જ માત્ર 10 મિનિટમાં ઘરે બની જતાં હોય છે. આ રાઇઝ બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો, તો નોંધી લો વધેલા ભાતમાંથી ટોમેટો રાઇઝ બનાવવાની રેસેપી….

ટોમેટો રાઇઝ બનાવવાની સામગ્રી

· વધેલા ભાત

· 4 મોટા ટામેટાં

· 3 લીલા મરચાં

· 1 ચમચી આદુની પેસ્ટ

· કોથમીર

· 2 ચમચી સંભાર પાવડર

· 2 મોટી ચમચી રિફાઈન્ડ ઓઇલ

· 1 ચમચી લસણની પેસ્ટ

· અડધી ચમચી હળદર

· 1 ચમચી લાલ મરચું પાવડર

· સ્વાદમુજબ મીઠું

ટોમેટો રાઇઝ બનાવવાની રેસેપી

· ટોમેટો રાઇઝ બનાવવા માટે સૌ પ્રથમ બધેલા બાહરણે એક બાઉલમાં કાઢી લો.

· હવે ટામેટાં લો અને તેને સારા પાણીથી ધોઈ નાખો.

· આ ટમેટાની બ્લેનડરમાં પ્યુરી બનાવો. આ પેસ્ટને એક બાઉલમાં લઈ લો.

· હવે એક પેનમાં મોટી ચમચી 2 મોટી ચમચી તેલ નાખો અને તેને ગરમ કરો.

· તેલમાં ડુંગળી, હિંગ અને મીઠા લીમડાના પાન નાખો.

· ત્યાર બાદ લીલા મરચાં અને આદું મરચાની પેસ્ટ નાખો.

· આ બધી જ સામગ્રીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો.

· પછી એક પેનમાં ટમેટાની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, સંભાર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

· હવે ભાતમાં બધો જ અમસાલો એડ કરી દો.

· તો તૈયાર છે ટોમેટો રાઇઝ.