• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નવા તવરા ગામે આયોજન

  • સમૂહ લગ્નોત્સવ યોજાયો

  • માછી પટેલ સમાજ દ્વારા આયોજન

  • 23 યુગલોએ પ્રભુતામાં માંડ્યા ડગ

ભરૂચ તાલુકાના  નવા તવરા ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ તથા નવા તવરા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા સમુહ લગ્નઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 23  નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.સમાજની આર્થિક સામાજિક  પ્રગતિ માટે છેલ્લા ૨૩ વર્ષથી સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ સમુહ લગ્નઉત્સવની પહેલ પણ નવા તવરા ગામના આગેવાન ભીખુભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવી હતી.
આ પ્રસંગે  સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ  સોમદાસ બાપુ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, શુકલતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર તાલુકા પંચાયતના સદસ્ય રાકેશ ગોહિલ સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા