Connect Gujarat
Featured

મહેસાણા: ઓસ્ટ્રેલિયાની પદ્ધતિથી પ્રથમવાર ગુજરાતમાં ખેડૂતોએ કરી સ્ટ્રોબેરીની ખેતી, મેળવી મબલખ આવક

મહેસાણા: ઓસ્ટ્રેલિયાની પદ્ધતિથી પ્રથમવાર ગુજરાતમાં ખેડૂતોએ કરી સ્ટ્રોબેરીની ખેતી, મેળવી મબલખ આવક
X

મહેસાણા જીલ્લાના વિજાપુરના યુવાન ખેડૂતોએ 20 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને કાઠું કાઢ્યું છે, ત્યારે પોતાના ગામમાં રહીને સ્ટ્રોબેરીની ખેતી દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્ટ્રોબેરીના ખાટા મીઠા સ્વાદની આવક ખીસામાં આવતા આજે યુવાન ખેડૂત મૂછ નીચે ચોક્કસથી મલકાયો છે.

આજે યુવાન અને બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો માટે ખાટા મીઠા સ્વાદનું નામ આવે, ત્યારે સ્ટ્રોબેરીનું નામ ચોક્કસ યાદ આવે છે. તેવામાં આ દિલ આકારની અને દિલથી ભાવતી સ્ટ્રોબેરીનું મહેસાણા અને તેમાં પણ વિજાપુર તાલુકાના ખેડૂતોએ એક નવતર પ્રયોગ દ્વારા સ્ટ્રોબેરીની ખેતી કરીને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, ત્યારે ખુલ્લા આકાશમાં લાલ સ્ટ્રોબેરીની ખેતી દ્વારા ખેડૂતોએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી જાણી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ ગામના વતની અશોક પટેલ અને તેમના ભાઈઓ દ્વારા એક આગવું નામ સ્ટ્રોબેરીના બજારમાં કર્યું છે. અશોક પટેલના મોટા ભાઈ મિતેષ પટેલ કે, જેઓ ઓસ્ટ્રેલિયા રહીને પોતાના ઓસ્ટ્રેલિયાના ફાર્મમાં સ્ટ્રોબેરીની ખેતી છેલ્લા 6 વર્ષથી કરે છે. તેમણે વિચાર્યું કે, ઓસ્ટ્રેલિયાનું આ ઠંડીનું ફળ ગુજરાતમાં કેમ ઉત્પાદન ન કરી શકાય. તેવામાં શિયાળાનું વાતાવરણ સરખું હોય, તો ગુજરાતમાં પણ સારી આવક મેળવી શકાય તેમ છે, ત્યારે વિજાપુર તાલુકામાં પ્રથમવાર સ્ટોબેરીનું ઉત્પાદન કરવાની શરૂવાત કરવામાં આવી છે. જેમાં 20 એકર જમીનમાં ટપક સિંસાઈ પદ્ધતિથી સ્ટ્રોબેરીની ખેતી કરી ખેડૂતોને મબલખ આવક મળી રહી છે.

વિજાપુરના યુવાન ખેડૂતોએ ખેતીમાં નવો ટ્રેન્ડ લાવી અને ચીલા ચાલુ ખેતીમાંથી પર થઇને સામુહિક રીતે સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૂ કર્યું છે. લાલ લચટ અને દિલના આકરની સ્ટ્રોબેરીના ધરું પ્લાન્ટ મહાબળેશ્વરથી મંગાવવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રીન હાઉસ સહીત ઠંડા પ્રદેશમાં પેદા થતી આ સ્ટ્રોબેરીના ઉત્પાદન ખેડૂતો કરે છે, પરંતુ ખુલ્લા આકાશમાં બ્લિચનીંગ પદ્ધતિ થકી ગુજરાતમાં પણ સ્ટ્રોબેરીનું ઉતપન થઇ શકે તેવી નેમ સાથે આધુનિક કોઠા સુજ થકી ખેતીમાં નવું બીડું ઝડપ્યું છે. આમ તો હિમાચલ તથા મહાબળેશ્વર જ સમગ્ર ભારતમાં સ્ટ્રોબેરીની માંગ પુરી કરે છે, પરંતુ પણ હવે ગુજરાતમાં પણ સ્ટ્રોબેરી ઉત્પ્ન્ન થઇ શકે છે. તેવું હાલમાં વિજાપુરના ખેડૂતોએ કરી બતાવ્યું છે.

Next Story