Connect Gujarat
ગુજરાત

મહેસાણા : એક એવું અન્નક્ષેત્ર જે ગરીબના આંગણે પહોંચી ગરીબોનું પેટ પાલવે છે

મહેસાણા : એક એવું અન્નક્ષેત્ર જે ગરીબના આંગણે પહોંચી ગરીબોનું પેટ પાલવે છે
X

અન્નદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરી રહ્યા છે મહંત

જગાબાપુ તેઓ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં એક અનોખું અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. પરસલા મહાદેવની જગ્યાએ થી ભોજન

બનાવી તેઓ વાહનમાં લઇ જઇને 300 થી વધુ

દિન દુખિયારા ની આંતરડી થારવાનું ભગીરથ કાર્ય કરવા માં આવે છે.

ગુજરાતી કહેવત છે જ્યાં મળે

ટુકડો ત્યાં હરિ ઢુકડો, આ કહેવતને

અનુસરતા અનેક અન્નક્ષેત્ર કે સદાવ્રત ગુજરાતમાં ચાલે છે. જેમાં બહુચરાજીથી 2 કિમિ દૂર આવેલ ગણેશપુરા કાલરી

ગામ પાસે હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જેમાં ગરીબ લોકોને તેમના

સ્થળે પહોંચીને ભોજન પીરસવામાં આવે છે. આ અન્નક્ષેત્ર ચલાવવા માટે 60 થી 70 હજારનો

ખર્ચ થાય છે. મહત્વની વાત એ છે કે આ ખર્ચ અને વ્યવસ્થા ભગવાન ભરોષે જ થઈ

જાય છે.

ગણેશપુરા કાલરી ગામની બાજુમાં

પ્રાચીન પરસલા મહાદેવનું દેવસ્થાન

આવેલું છે. અહીં ના મહંત જગાબાપુ સેવાકીય કાર્ય કરવામાં

નિપુણ છે. તેઓ દ્વારા અબોલ પશુ,પક્ષી તેમજ નિરાધાર અને દિન દુખિયારા માટે નિઃસ્વાર્થ ભાવે પ્રેરણાદાયી

કાર્ય કરવામાં આવી રહ્યા છે. જગાબાપુ દ્વારા આ સ્થાનકની આજુબાજુના ગામોમાં દિન દુખિયારા લોકોનું એક સર્વે

હાથ ધરાયું અને જ્યાં ગરીબ લોકો બે ટંક જમવાની તકલીફ વેઠી રહ્યા છે

તેમને ભોજન આપવાનું નક્કી કર્યું. જે અનુસાર તેઓ દ્વારા પશુ પક્ષી માટે ચણ, કૂતરા માટે રોટલા તેમજ ગરીબોને

તેમની જગ્યાએ પહોંચીને ભોજન પીરસવામાં આવે છે. આ કાર્યમાં અનેક લોકો સેવા આપી રહ્યા છે. નિવૃત્ત

શિક્ષક પણ નિઃસ્વાર્થ ભાવે સેવા

આપી રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા, જાહેર માર્ગો પર

બેસતા, લાચાર અને ગરીબ

લોકોને ભોજન આપી આંતરડી ઠારવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે.

અન્નક્ષેત્રમાં રોટલી બનાવવાનું

કામ પણ પુરુષો જ કરે છે અને તમાંમ રસોઈ પણ સેવકો દ્વારા જ બનાવવામાં આવે છે. જેમાં નિવૃત્ત

શિક્ષક પણ સામેલ છે. દાળ ભાત, રોટલી, શાક

તેમજ છાસની ફૂલ ડીશ તૈયાર

કરીને જરૂરિયાત મંદો શોધીને તેમના સ્થળે જઈને પ્રેમથી ભોજન પીરસવાની આ રીત સૌ

કોઈને આકર્ષિત કરી રહી છે. તદુપરાંત અઠવાડિયે તેમજ વાર તહેવાર મીઠાઈ પણ વહેંચવામાં આવે છે. આ કાર્ય કરી

અન્નક્ષેત્રના આયોજકો અનેરો આનંદ અનુભવે છે. આ કાર્ય માટે થતો ખર્ચ ક્યાંથી મેનેજ

થઈ જાય છે તે બાબત પણ ઈશ્વરીય આશીર્વાદ સમાન થી કમ નથી.

આ અલખ ના ઓટલા સમાન અન્નક્ષેત્ર, બહુચરાજી યાત્રાધામ સહિત આજુબાજુના ગરીબ લોકો માટે આશીર્વાદ

સમાન બન્યું છે અને લોકોમાં એક ઉમદા કાર્ય માટે પ્રચલિત થયું છે. આવા સુંદર

કાર્યમાં લોકો પરોક્ષ રીતે સહયોગ આપી ધન્યતાની અનુભૂતિ પણ કરી રહ્યા છે.

Next Story