Connect Gujarat
Featured

મહેસાણા: સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ,જુઓ અદભૂત દ્રશ્યો

મહેસાણા: સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ,જુઓ અદભૂત દ્રશ્યો
X

સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં દર વર્ષ ની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો . કોરોના મહામારી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી ઇ લોકાપર્ણ કરાયું હતું

ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખો સંગમનો નજારો મોઢેરા સૂર્ય મંદીર ખાતે જોવા મળ્યો હતો. મોઢેરા સુર્યમંદિરના પટાંગણમાં વિવિધ નૃત્ય પ્રદર્શન કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખી હતી. ગીત અને નૃત્ય દ્વારા સૂર્ય મંદિરની આખે આખી પ્રતિભા અહી ઉપસાવમાં આવી હતી. જેમાં ખાસ કરીને ભારતીય સાંસ્કૃતિક નૃત્યો ઉત્તરાર્ધ મહોત્સવમાં ખાસ જોવા મળ્યા હતા. સાથે સમગ્ર મંદિર પરિસરને અદભૂત લાઇટથી શણગારવામાં આવ્યું હતું.રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ના હસ્તે ઉતરાર્ધ મહોત્સવનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

પ્રાચીન નગરી મોઢેરા ખાતે સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકોનિહાળે અને કલાકારોને સારું પ્લેટફોમ મળી રહે તે આસયથી રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 2 દિવસ માટે આ મહોસ્તવ ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ફફત 1 દિવસ ઉજવણી કરવામાં આવી હતી તે પણ ફફત આમંત્રિત મહેમાનોને પ્રવેશ અપાયો હતો અને લોકો ઘરે બેસી આ કાર્યકમ નિહાળી શકે તે માટે તત્ર દ્વારા વ્યવવસ્થા કરાઈ હતી

Next Story
Share it