Connect Gujarat
ગુજરાત

કોરોનાના હાંહાકાર વચ્ચે હવામાન વિભાગની આગાહી : આ વર્ષે દેશમાં સારું રહેશે ચોમાસુ, ગુજરાતમાં 1 સપ્તાહ જેટલું રહેશે મોડું

કોરોનાના હાંહાકાર વચ્ચે હવામાન વિભાગની આગાહી : આ વર્ષે દેશમાં સારું રહેશે ચોમાસુ, ગુજરાતમાં 1 સપ્તાહ જેટલું રહેશે મોડું
X

દેશભરમાં કોરોના વાયરસની મહામારીના હાંહાકાર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઇને ખેડૂતો માટે રાહતના સમાચારની આગાહી કરી છે. સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સારું રહેશે, પરંતુ ગુજરાત રાજ્યમાં લગભગ 1 અઠવાડીયા બાદ વરસાદ પડી શકે તેમ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ વહેલું બેસી જશે, જેમાં તા. 16 મેંની આસપાસ ચક્રવાતી તોફાનની સંભાવના જોવા મળી રહી છે. આમ દેશમાં તા. 20 મેંની આસાપાસ અંદમાન-નિકોબાર પહોંચતું ચોમાસુ આ વર્ષે લગભગ એક અઠવાડિયું વહેલું આવવાની સંભાવના છે. બંગાળના અખતામાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ અંદમાન સમુદ્રમાં લો પ્રેશરના 2 ઝોન બન્યા છે. જેને લઇને ઉત્તર ભારતમાં વહેલો વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાંક ભાગોમાં ચોમાસાનું આગમન લગભગ 3થી 7 દિવસ જેટલું મોડુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા. 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જવાની શક્યતા રહેલી છે, જ્યારે દિલ્હીમાં 23થી 27 જૂન, મુંબઇ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદની શક્યતા વર્તાઇ રહી છે.

Next Story