/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Jignesh-mevani-ie-1.jpg)
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના મોબાઈલ પર અલગ-અલગ સમયે ત્રણ વખત કોલ આવ્યા હતા. તેમાં ઈન્ટરનેશનલ કોલ બતાવતા હતા. શરૂઆતમાં હલો.. હલો.. બોલીને ફોન મુકી દીધો હતો. જેમાં તેનું નામ રવિ પૂજારી દર્શાવ્યું હતું. બાદમાં ફરીથી ઈન્ટરનેશનલ કોલ આવતા સામેથી રાજવીર મિશ્રા નામ દર્શાવવામાં આવ્યું હતું. તેણે ફોનમાં જણાવ્યુ હતુ કે, તને ગોળીથી ઉડાવી દઈશું. આ મામલે કોલ કરનાર રવિ પૂજારી અને રાજવીર મિશ્રા નામના ઈસમો સામે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ફરીથી ધમકી મળી છે. અગાઉ આવેલા નંબર પરથી જ ફરીથી આ ધારાસભ્યને ધમકી મળી છે. પોતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જણાવ્યું છે કે, કોલ કરનાર વ્યક્તિએ મને ગોળી મારીને હત્યા કરી નાખવાની ધમકી આપી છે. સાથે જ ફોન પર ‘પરિણામની રાહ જોવા કહ્યું’ છે. મેવાણીએ ટ્વીટ કરીને ધમકી મળ્યાની માહિતી લોકેને આપી છે.