મોડાસા બસ સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય:ભરાયા ભર ઉનાળે બસ સ્ટેશનમાં ગંદા પાણીના ખાબોચિય

New Update
મોડાસા બસ સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય:ભરાયા ભર ઉનાળે બસ સ્ટેશનમાં ગંદા પાણીના ખાબોચિય

સ્વચ્છતા અભિયાનના મોટા મોટા તાયફાઓ વચ્ચે મોડાસા બસ સ્ટેશનમાં ગંદકીના ઢગથી મુસાફરોને હાલાકીઓ પડી રહી છે. ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભર ઉનાળે ભરાયેલા જોવા મળી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાનું બસ સ્ટેશન, કે જ્યાં ગટરનું ગંદુ પાણી ફરી વળતા ઠેર ઠેર ગંદકીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાના પગલાના સુવાક્યો નીચે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મોડાસા બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો રોજિંદા આવે છે. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી ગટરનું પાણી ઉભરાતા દુર્ગંધથી લોકો કંટાળી ગયા છે. બસ સ્ટેશનમાં આવતા લોકોનું માનિએ તો કેટલીય વાર આ પ્રકારની સમયસ્યાઓ બનતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારનું નિરાકરણ કરવામાં નથી આવતું. હાલ જે પણ મુસાફરો અહીં આવી રહ્યા છે ત્યારે તેઓ માત્ર ને માત્ર ગંદકીના ખડગલામાંથી જ પસાર થવા મજબૂર બની રહ્યા છે.

Latest Stories