/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/download.png)
અરવલ્લી જિલ્લામાં સિઝનની સૌથી વધુ ગરમી પડી રહી છે જેને લઇને રાહદારીઓ પર તેના પર અસર પડી રહી છે. પણ મોડાસા નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડાસાના માલપુર રોડ, મેઘરજ રોડ, કોલેજ રોડ, શામળાજી રોડ પર એમ કુલ દસ જેટલા વિસ્તારોમાં મિનરલ પાણીના જગ મુકાયા છે. આજે વહેલી સવારે મોડાસા નગર પાલિકા દ્વારા લોકોને પાણીના પાણીનું વિતરણ કરીને શુભારંભ કર્યો હતો.
મોડાસા શહેરમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા લોકોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોડાસા નગર પાલિકા દ્વારા પાણીના જગ મુકીને સેવાભાવી કાર્ય કર્યું છે, આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, ચીફ ઓફિસર પ્રણવ પારેખ સહિત સભ્યો ખાસ હાજર રહ્યા હતા.