Connect Gujarat
ગુજરાત

મોડાસા નગરપાલિકાનું 25 કરોડનું સિંચાઈ બીલ બાકી

મોડાસા નગરપાલિકાનું 25 કરોડનું સિંચાઈ બીલ બાકી
X

મોડાસા નગર પાલિકા દ્વારા ટેક્સ ઉઘરાવવા માટે નવા નવા પેંતરા અપનાવે છે, જો કે ખેદ એ વાતનો છે કે, ખુદ નગર પાલિકાનો અંદાજે પચ્ચીસ કરોડનું સિંચાઈ વિભાગનું બિલ બાકી છે.

મોડાસા નગરપાલિકા દ્રારા મિલ્કત વેરો દર વર્ષે વસુલ કરવામાં આવે છે જેમાં સામાન્ય પાણી વેરો અને ખાસ પાણી વેરો બે અલગ અલગ પ્રકારના વેરાના સમાવેશ છે . જોકે આ પાણી માટે વસુલ કરવામાં આવેલ નાણાં સિંચાઇ વિભાગમાં જમાં કરવામાં આવતા નથી.

મોડાસાના એકમાત્ર માઝૂમ ડેમ છે જેમાંથી નગરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે પરંતુ વર્ષોથી માઝૂમ ડેમમાંથી પાણી મેળવતી પાલિકાએ છેલ્લા કેટલાય વર્ષોથી સિંચાઈ વિભાગને પાણીના નાણા ચૂકવ્યા જ નથી...વર્ષો થી પાણીના નાણાં જમાં ન કરવામાં આવતા પાલિકાનું સિંચાઈ વિભાગમાં દેવુ અંદાજે 25 કરોડ થઇ ગયુ છે. આ બાકી લેણાંના બીલની વસૂલાત માટે સિંચાઈ વિભાગ વારંવાર નોટિસ પાઠવે છે પરંતુ પાલિકા ચુકવવાનુ નામ લેતી નથી.

મોડાસાની 80 હજારની વસ્તીને નગરપાલિકા 16 હજારની આસપાસ નળ કનેક્શન મારફતે પાણી પુરૂ પાડે છે. આ વર્ષ 1 એપ્રિલની બીલ મોકલવામાં આવ્યુ છે અને છેલ્લી તા . 31/05/2019 છે જોકે ઇતિહાસ જોતા આ બિલની ભરપાઇ થાય તેવુ લાગતુ નથી. મોડાસા નગરપાલિકા નગરજનો પાસેથી પાણી વેરો ઉઘરાવે છે પરંતુ સિચાંઇ વિભાગને પાણીનું બીલ ચુકવતી નથી. દર માસે બાકી લેણાંનુ બીલ મોકલવામાં આવે છે અને દર બે માસે ઉઘરાણી પણ કરવામાં આવે છે પરંતુ પાલિકા તરફથી કોઇ સાનુકૂળ પ્રતિસાદ મળતો નથી.. આ સમગ્ર મામલે મોડાસા પાલિકા તંત્ર દ્વારા નાણાં ચૂકવવાની જ હૈયા ધારણા આપવામાં આવી છે.

મોડાસા નગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરીને માંગણાની રકમ ઉઘરાવી રહી છે, જો કે સિંચાઈ વિભાગનું બિલ ચૂકવવામાં કેમ નિરસતા દાખવી રહી છે તે યક્ષ પ્રશ્ન છે.

Next Story