/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-73.jpg)
મોડાસામાં ચીરીની ઘટનાઓએ તૂલ પકડી હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા મોડાસાના કૉલેજ રૉડ પર ટ્રકમાંથી ઓઇલના ડબ્બા ચોરીની ઘટના બાદ વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે. મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીથી અંદાજે 300 મીટર નજીક ધોળે દહાડે ચોર બાઇક લઇને પલાયન થઇ ગયો છે. મોડાસા ચાર રસ્તા નજીક જીઇબી સામે શ્રીરામ કૉમપ્લક્ષની બહારની બાજુએ બાઇક પાર્ક કરીને એક વ્યક્તિ નાસ્તો કરવા માટે ગયો એટલામાં બાઝ નજર લગાવીને બેઠેલ એક શખ્સ ગણતરીની મિનિટોમાં બાઇક ચાલુ કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ મોડાસ૨ ચાર રસ્તા નજીક મોહમ્મદ આદમનાના વ્યક્તિના પુત્ર બાઇક નંબર GJ 09 CP 7358 મુકીના નાસ્તો કરવા માટે ફરસાણની દુકાને ગયા. આ અરસામાં ત્યાં રેકી કરતો એક વ્યક્તિ થોડીક ક્ષણોમાં બાકી નજીક આવે છે અને બાઇક લઇને ફરાર થઇ જાય છે. આસમગ્ર મામલે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશને તપાસ હાથ ધરી છે.