/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-30.jpg)
મોરબીમાં મોડી સાંજે ઓનલાઈન કામ કરતી કમ્પનીના ગોડાઉનમાં ચાર ઈસમોએ ઘુસી અને સંચાલકને મારમારી ૩.૯૩ લાખની લૂંટના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓના સગડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મોરબીના સમાકાંઠે આવેલ આરોહી ચેમ્બરમાં આવેલ ઓનલાઇન કમ્પની ફ્લિપકાર્ટના ગોડાઉનમાં મોડી સાંજના ૮ :૩૦ થી ૯ વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા બુકાની ધારીઓ દ્વારા બંદૂક જેવા હથિયાર સાથે ઘુસી જઈ આતંક મચાવ્યો હતો અને સંચાલકને મારમારી વસ્તુઓ તોડફોડ કરી ટેબલમાં રહેલા રોકડા રૂપિયા ૩.૯૩ લાખ લૂંટીને ચાલ્યા ગયા હતા.આ આતંકની આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાડેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી
આ સમગ્ર ઘટનામાં બી ડિવિઝન પી.આઈ.ના જણાવ્યા મુજબ લૂંટના બનાવ બાદ ગોડાઉનના માલિક ધનંજય વસુદેવભાઈ રાજ્યગુરૂ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો દ્વારા મોઢે માસ્ક બાંધી ગેરકાયદેસર ગોડાઉનમાં પ્રવેશી છરી અને રમકડાંની બંદૂક જેવું હથિયાર બતાવી રોકડ રૂપિયા ૩.૯૩.લાખની નીલૂંટ કરી જવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બી ડીવીઝન એલસીબી એસઓજી સહિતની ટિમો દ્વારા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરાવી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે મોરબીના ટંકારામાં હથિયારધારી ઈસમો દ્વારા થોડા દિવસો પહેલા જ એક રાત્રીના ત્રણ કંપનીઓમાં ચોરી અને લૂંટને અંજામ આપવામાં આવ્યું છે. જેમાં પડઘા હજુ સમ્યા નથી એ જ અરસામાં આવો બનાવ મોરબી જિલ્લામાં ફરી પ્રકાશમાં આવતા મોરબીના પછાત વિસ્તારનાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન કમ્પનીના લૂંટના બનાવમાં એલસીબી દ્વારા એક આરોપીની ઓળખ કરી અટકાયત કરી શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.