/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-107.jpg)
પોલીસે આરોપીઓની કરી ધરપકડ
મોરબી તાલુકા પીપળી ગામે કુવામાંથી પથ્થર બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો આ બનાવની તપાસ એલસીબીને સોંપવામા આવી હતી ત્યારે એલસીબીએ આ હત્યાના આરોપી ગોરધન શેનીયા ભુરિયા, દિલીપ તીતરિયા ડામોર, સુમિલા ગોરધન ભુરિયા, મુકેશ તીતરિયા ડામોર, ધૂમજી ધનસિંગ વાસકલીયાને પકડી પાડ્યા છે.
આ યુવાનની હત્યાના બનાવમાં પ્રેમસંબંધ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં એસપી કરનરાજ વાઘેલા એ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સુમિલા નામની મહિલાના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ તેના પતિ ગોરધનને થઈ જતા તેને તેના બે સાળા અને મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. જે મુજબ સુમિલા મૃતક પ્રેમી યુવકને રાત્રે એક વાગ્યે ફોન કરીને બોલાવ્યો હતો. જેથી આ યુવક નિર્ધારિત સ્થળે ગોદળુ લઈને જેવો પહોંચ્યો ત્યાં ચાર આરોપીએ પાછળથી હથોડાના ઘા ફટકારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં આરોપીઓએ પથ્થર સાથે તેની લાશ બાંધીને તેને કૂવામાં ફેંકી દીધો હતો આ હત્યાના ગુનાને અંજામ આપીને મુકેશ અને ધૂમજી પડધરી તાલુકાના ખામટા ગામે મજૂરી કામે લાગી ગયા હતા
જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મધ્યપ્રદેશમા પોતાના વતન ભાગી ગયા હતા પરંતુ પ્રોબેશનલ ડીવાયએસપી મુકેશ ચૌધરીએ આ કેસનું પગેરૂ મેળવીને એમપી જઈને સિવિલ ડ્રેસમાં રહી સઘન તપાસ કરી બન્ને આરોપીઓની ત્યાંથી અટકાયત કરી હતી નોંધનીય છે કે મૃતક યુવાન છેલ્લા ઘણા દિવસથી ગુમ હતો તેનાપરિવારે ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ગુમસુદાની ફરિયાદ પણ નોંધાવી હતી જેના આધારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટ માં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.