મોરબી: 3 વર્ષની માસુમ પર દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

New Update
મોરબી: 3 વર્ષની માસુમ પર દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી પરણિત ઇસમે તેના ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચાયું હતું. આ ઘૃણાસ્પદ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ગણતરીની આધેડ શખ્સને દબોચી લીધો હતો.

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરા નગરમાં રહેતા એક શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ પુત્રી શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ તેના ધર પાસે રમતી હતી.તે સમયે તેના ઘરની બાજુમા રહેતા આશરે 45 વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળીએ માસુમ બાળા પર નજર બગડી હતી અને તેણે બાળા કોઈ વસ્તુની લાલચ આપીને તેના ઘરમાં લઈ ગયો હતો. બાદમાં આ હેવાન શખ્સએ પૌત્રી જેવડી ઉંમરની માસુમ બાળાની પીખી નાખી હેવાનીયત ભયું દુષ્કૃત્ય આચર્યું હતું . બાળાના પિતાએ આ બનાવની પાડોશમાં રહેતા આધેડ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી આધેડને ઝડપી લીધો હતો.

બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢીયા જણાવ્યુ હતુંકે આરોપી રમેશ બાબુ કોળી ની પોલિસે ધરપકડ કરી છે જેમાં આરોપી રમેશ પરણીત છે અને તેને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. ગઈકાલે તેની પત્ની અને સંતાનો કામસર બહાર હોવાથી એકલા રહેલા આધેડના મનમાં કામ વાસના જાગી હતી. આ વાસનામાં અંધ દાનવે તેની પૌત્રી જેવડી ઉંમરની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

Latest Stories