/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-41.jpg)
ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે પોતાની સરકારની જાહેરમાં પોલ ખોલી નાંખી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં સ્થાનિકો શિક્ષિત બેરોજગારને મોટા પ્રમાણમાં રોજગારી આપવાના વાયદાનું ખંડન કરતા જાહેર કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો.નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ પર યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ.શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ.કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે NGO અથવા એજન્સી મારફતે મળે છે જે બહારથી માણસો લાવે છે અને તેમનું પણ શોષણ કરે છે.સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ ૨૨દિવસથી આંદોલન કરી રહેલ છે તે કર્મીઓને હું સમર્થન આપું છું.
ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર ૭૦૦૦ રૂપિયા જ પગાર ચૂકવાય છે.મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજુઆત કરી છે.ગર્ભાવસ્થા દરમ્યાન બહેનો ભુવા જાગરિયા થી દુર રહેવા અપીલ કરી હતી.યુવાનો નશો કરવાથી દૂર રહે તો તંદુરસ્તી સારી રહે, કારણકે, દારૂ કેમિકલ વાળો આવે છે અને નશો અને વ્યસન કરવાથી યુવાનોની યુવાની ખતમ થઈ જાય છે. સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમ્યાન સાંસદે આ ધડાકો કર્યો છે.તેઓએ જણાવ્યું હતું કે,જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવો હશે તો રોજગારી આપવી પડશે.તો મીડિયાની સાથેની મુલાકાતમાં પણ આજ વાત સાંસદે દોહરાવી હતી.