Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ માથામાં 27 ટાંકા આવ્યા છતાં હસતા મુખે લીધી દીક્ષા, નામ મળ્યું આરાધ્યજી

રાજકોટઃ માથામાં 27 ટાંકા આવ્યા છતાં હસતા મુખે લીધી દીક્ષા, નામ મળ્યું આરાધ્યજી
X

શોભાયાત્રામાં મુમુક્ષુ આરાધના બેનના માથે કમાન પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી

રાજકોટને આંગણે ઐતિહાસિક દિક્ષા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો. છેલ્લા કેટલાય દિવસોથી જૈન શ્રાવક-શ્રાવિકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ તે ઘડી આવી પહોંચી હતી. વહેલી સવારે 7.30 કલાકે વિશાળ શોભાયાત્રા નીકળી હતી.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="76466,76467,76468,76469,76470"]

શોભાયાત્રાના આગળના ભાગમાં ગજરાજ આગેવાની કરી રહ્યા હતા. શોભાયાત્રા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચતા એક અકસ્માત સર્જાયો હતો. મુમુક્ષુ આરાધના બેનના માથે કમાન પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ તેમના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું હતું. જૈન સમુદાયના સૂત્રોના જણાવ્યા મુજબ તેમના માથાના ભાગે 27 ટાંકા લેવડાવવામાં આવ્યા હતા.

શુભમહુર્તમાં સંપન્ન કરાઈ દીક્ષા વિધિ

એવું કહેવાય છે કે જેને પ્રભુ મહાવીરના નામનો રંગ લાગ્યો હોઈ. જેના રોમે રોમમાં ત્રિશલા નંદનના આશીર્વાદ વહી રહ્યા હોય તેને દુનિયાનું કોઈ પણ દુઃખ અડી શકાતું પણ નથી. ત્યારે ડેલીવાળા પરિવારની દીકરી આરાધનાએ અસહ્ય પીડા વચ્ચે પણ દીક્ષા લીધી હતી. ગુજરાત રત્ન શ્રી સુશાંતમૂની તેમજ રાષ્ટ્રસંત પૂ નમ્ર મુની ના સાંનિધ્ય મા નૂતન દીક્ષિત નું નામકરણ કરવામાં આવ્યું મુમુક્ષુ કુ ઉપાસનાબેન નું નામ પરમ સ્વમિત્રાજી અને મુમુક્ષુ કુ આરાધનાબેન નું નામ પરમ આરાધ્યાજી આપવામાં આવ્યું છે.

Next Story