Connect Gujarat
ગુજરાત

નર્મદા બંધની સપાટી 125.26 મીટરે પહોંચી, દર કલાકે 3 સેમીનો વધારો

નર્મદા બંધની સપાટી 125.26 મીટરે પહોંચી, દર કલાકે 3 સેમીનો વધારો
X

છેલ્લા 24 કલાકમાં ડેમ પાણીની સપાટીમાં 48 સેમીનો વધારો થયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક થતા દર કલાકે ડેમમાં 3 સેમીનો વધારો થઈ રહ્યો છે. ડેમમાં થઈ રહેલી પાણીની આવકના કારણે CHPH ના બે યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક 63720 કયુસેકની થઈ છે. જયારે જાવક 10127 કયુસેક છે. આમ ડેમમાં પાણીની આવક કરતા જાવકનું પ્રમાણે ઓછુ હોવાથી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમ પાણીની સપાટીમાં 48 સેમીનો વધારો થયો છે.

ઉપરવાસમાંથી પાણીની આવક થતા દર કલાકે ડેમની સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની હાલ ડેમની સપાટી 125.26 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બનાવવામાં આવ્યા ન હોત તો ડેમ અત્યારે 3.5 મીટરથી ઓવરફલો થઈ રહ્યો હોત. ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2221.79 MCM છે. જેના પગલે CHPH પાવર હાઉસના 2 યુનિચ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

Next Story