/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-118.jpg)
ઉપરવાસમાંથી લાખો કયુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 132.23 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી. 2017માં ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાડવામાં આવ્યાં છે. દરવાજા લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 138.60 મીટર પહોંચી છે.
ગુરૂવારે રાત્રે નર્મદા ડેમ 131 મીટરના રુલ લેવલને પાર કરી જતાં 26 દરવાજા ખોલી છ લાખ કયુસેક પાણી છોડવાની શરુઆત કરાઇ હતી. જેના નર્મદા નદી ભરૂચમાં તેની ભયજનક સપાટી વટાવી ગઇ હતી. પાણીનો આવરો ઘટી જતાં ડેમના 23 પૈકી છ દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ કેવડીયા પહોંચ્યાં હતાં. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 40 થી 50 દિવસમાં ડેમ સંપૂર્ણ ભરાઇ તેવી શકયતા છે. અને ડેમ સંપૂર્ણ ભરાશે ત્યારે 1848માં સરદાર વલ્લભભાઇ પટેલે જોયેલું સ્વપન સાચા અર્થમાં સાકાર થશે.