Connect Gujarat
Featured

નર્મદા : સોળે કલાએ ખીલેલી પ્રકૃતિની વચ્ચે બાળાઓએ ગાઇ કવિતા, સોશિયલ મિડીયામાં થઇ વાયરલ

નર્મદા : સોળે કલાએ ખીલેલી પ્રકૃતિની વચ્ચે બાળાઓએ ગાઇ કવિતા, સોશિયલ મિડીયામાં થઇ વાયરલ
X

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ચોમાસામાં ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે ત્યારે સોળે કલાએ ખીલી ઉઠેલાં કુદરતના સાનિધ્યમાં કવિતા પઠન કરી આદિવાસી બાળાઓનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહયો છે ત્યારે વનરાજીથી ઘેરાયેલાં દેડીયાપાડા તાલુકામાં કુદરતનું અફાટ સૌદર્ય જોવા મળી રહયું છે. ચારે તરફ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા મનમોહક દ્રશ્યો જોવા મળી રહયાં છે. ધીમી ધારે વરસતો મેહુલિયાની વચ્ચે આદિવાસી બાળાઓ પણ તેમની મસ્તીમાં મસ્ત જોવા મળી હતી. બાળાઓના આ ગૃપે કુદરતના ખોળે ઉભા રહી કોણે કીધુ અમે ગરીબ છીએ કવિતાનું પઠન કર્યું હતું.

જેમ સૌરાષ્ટ્રની લીલોતરી વચ્ચે ગાયક દુહા અને છંદની લલકાર કરતો હોય તેમ દેડીયાપાડાના કનબુદીની બાળાઓએ કવિતા ગાયને આદિવાસી સંસ્કૃતિની યાદો તાજી કરાવી દીધી હતી. તેમની કવિતા અને સ્વરમાં આદિવાસી સમાજનો લહેકો આર્કષણ જમાવી રહયો છે. હાલ આ બાળકીઓનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

Next Story