Connect Gujarat
Featured

નર્મદા : કરજણ ડેમ 125.28 મીટરની મહત્તમ સપાટીને પાર, સીઝનમાં ડેમ સતત ચોથી વાર થયો ઓવર-ફ્લો

નર્મદા : કરજણ ડેમ 125.28 મીટરની મહત્તમ સપાટીને પાર, સીઝનમાં ડેમ સતત ચોથી વાર થયો ઓવર-ફ્લો
X

નર્મદા જિલ્લામાં આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 150 ટકા જેટલો વરસાદ આજદિન સુધીમાં નોંધાયેલ છે. જેને લઈને આજની તારીખમાં કરજણ ડેમ 100.15 ટકા ભરાઈ છલોછલ થઇ ગયો છે. ચાલુ સીઝનમાં કરજણ ડેમ ચોથીવાર ઓવર-ફ્લો થયો છે.

કરજણ ડેમની સપાટી 115.28 મીટર નોંધાવા પામી હતી. જે રૂલ લેવલ 115.08થી વધુ હતી. કરજણ જળાશયની સપાટી 115.28 મીટરે નોંધાવા પામી છે. હાલ કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણીની અવાક 871 ક્યુસેક અને રેડીયલ ગેટ 4 ગેટમાંથી 1,146 કયુસેક તેમજ હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી 350 ક્યુસેક સહિત કુલ 1,496 કયુસેક પાણી રૂલ લેવલ 115.25 મીટર જાળવવા સારૂ છોડવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે અંદાજે 60થી વધુ વખત પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે કરજણ ડેમ ભરૂચ અને નર્મદાની જીવાદોરી બની ચુક્યો છે. હાલ ડેમમાં એટલી માત્રામાં પાણી છે કે, આવનારા વર્ષમાં જો ચોમાસુ નબળું જાય તો પણ 1 વર્ષ સુધી 2 જિલ્લાને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તેમ છે.

Next Story