Connect Gujarat
Featured

નર્મદા : કરજણ ડેમની સપાટી 109.60 મીટર, ચાર દરવાજા ખોલાયાં, નીચાણવાળા વિસ્તારો એલર્ટ

નર્મદા : કરજણ ડેમની સપાટી 109.60 મીટર, ચાર દરવાજા ખોલાયાં, નીચાણવાળા વિસ્તારો એલર્ટ
X

દેડીયાપાડા વિસ્તારમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમના જળાશયમાં એક લાખ કયુસેક કરતાં વધારે પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમના ચાર દરવાજા ખોલી 16 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે….

ડેડીયાપાડામાં છેલ્લા 48 કલાકમાં 14 ઇંચ વરસાદને પગલે કરજણ ડેમમાં 1.20 લાખ કયુસેક કરતાં વધારે પાણી આવી રહયું છે. કરજણ ડેમની મહત્તમ સપાટી 115.25 મીટર છે જેની સામે હાલ ડેમમાં 109.60 મીટર સુધી પાણી આવી ગયું છે. પાણીની સતત આવકના પગલે 108.79 મીટરનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના 2,4,6 અને 8 નંબરના દરવાજાને 1.2 મીટરની સપાટી સુધી ખોલાયાં છે. ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતાં ડેમમાંથી કરજણ નદીમાં 16 હજાર કયુસેક પાણી જઇ રહયું છે.

આ ઉપરાંત ડેમના જળવિદ્યુત મથકોમાં 425 કયુસેક પાણીનો વપરાશ થઇ રહયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. ગોટોલી ગામ પાસે કરજણ નદીની સપાટી 3 મીટર અને ફુલવાડી પાસે સપાટી 5.75 મીટર નોંધાઇ છે.કરજણ ડેમના ઉપરવાસ અને અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તંત્રએ સુુચના આપી છે. કરજણ નદીનું પાણી નીચાણવાસમાં આવતા ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાછાથી પસાર થઇ નર્મદા નદીમાં જશે. આ પાણી ત્રણ દિવસ બાદ ભરૂચના કાંઠે પહોંચે તેવી સંભાવના છે.

Next Story